કેસર બદામ ફીરની (Kesar Badam Firni Recipe In Gujarati)

ખીર અને ફીરની ના ઘટકો સરખા જ છે પણ બનાવવાની રીત અને ટેસ્ટ ખૂબ જ અલગ આવે છે ખાસ કરીને ફિરની ને માટીના વાસણ માં પીરસવામાં આવે છે. ફીરની ઘણા બધા ફ્લેવરમાં બને છે મેં આજે બદામ અને કેસરના ફેવરમાં બનાવી છે. phirni માં કહેવાય છે કે દૂધ અને ચોખાને મિક્સ કરીને સતત હલાવતા રહીને ફેરવી ફેરવીને ફિરની બને છે
#AM2

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખાને બરાબર ધોઈને આખી રાત અથવા તો સાતથી આઠ કલાક માટે પલાળી રાખવા.
- 2
ત્યારબાદ ચોખા ને કટકા પર કોરા કરી લેવા અને મિક્સરમાં થોડા ક્રશ કરી લેવા
- 3
હવે એક જાડા પેનમાં દૂધ ગરમ કરવા મૂકી દૂધમાં એક ઉભાલ આવે એટલે ક્રશ કરેલા ચોખા પલાળેલી બદામ મિક્સરમાં વાટીને એ પણ દૂધમાં ઉમેરતા જઈ સતત હલાવતા રહેવું. પંદરથી વીસ મિનિટ સતત હલાવતા રહેવું અને ચોખા ચઢી જાય ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરવી.
- 4
દૂધમાં કેસર પલાળીને કેસર પણ ઉમેરો. ખાંડ નાખ્યા બાદ ૪થી ૫ મિનિટ માટે બરાબર ચડવા દેવું.
- 5
તૈયાર છે કેસર-બદામ ફીરની માટીના વાસણમાં લઈ ફ્રીઝ માં એકદમ ઠંડી કરીને તમે અને સર્વ કરી શકો છો
Keywords
Similar Recipes
More Recipes
- ઠંડી ઠંડી ચટપટી પાણીપૂરી (Thandi Thandi Chatpati Panipuri Recipe In Gujarati)
- ઈરાની પટ્ટી સમોસા (Irani Patti Samosa Recipe In Gujarati)
- કચ્છી પટ્ટી સમોસા (Kutchi Patti Samosa Recipe In Gujarati)
- ક્રીમી ટુટી ફ્રુટિ મઠો.(Creamy Tutti Futti Matho Recipe In Gujarati)
- મેકસીકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)

ટિપ્પણીઓ (6)