મસાલા લચ્છા પરોઠા (Masala Lachcha Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા લોટ લઈ તેમાં મીઠું ને તેલ નાખી પરોઠા નો લોટ બાંધવો પછી તેને ઢાંકીને ૧૫ મિનિટ મૂકી રાખો
- 2
પછી પરાઠા માટે મસાલો તૈયાર કરો બધો મસાલો એક વાટકી માં મિક્સ કરી લેવું પછી લોટ માં તેલ નાખી લોટ બરાબર મસળી તૈયાર કરવું
- 3
હવે લોટ ના એકસરખા લુઆ કરી લેવા પછી એક પાટલા પર પરોઠા વણી લો તેમાં ઉપર તેલ કે ઘી લગાવી દો મે ઘી લગાવ્યું છે
- 4
પછી તેની પર તૈયાર કરેલો મસાલો પાથરી દો પછી તેને અવડા સવડી વારતા જાવ આપડે કાગળ નો પખો બનાવીએ છે તેમ વાળી લો પછી તે પટ્ટી પર પણ ઘી લગાવી દો
- 5
પછી તેને એક સાઈડ થી ગોળ વારતા જાવ આવી રીતે વારી ને લુવા તૈયાર કરી દો
- 6
પછી પરોઠા ની જેમ વણી લો અટામણ લઈ ને પછી ગેસ પર તવો ગરમ કરવા મુકો
- 7
પછી તે પરોઠા ને સેકી લો ઘી કે તેલ થી
- 8
હવે તૈયાર છે ગરમા ગરમ સ્વાદદિસ્ત મસાલા લચ્છા પરોઠા સર્વ કરવું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14923040




























ટિપ્પણીઓ (10)