ચીલી ગાર્લીક પરાઠા (Chili Garlic Paratha Recipe In Gujarati)

આજે આપણે બનાવીશું ચીલી ગાર્લિક પરાઠા. આ પરાઠા આપણે લોટ બાંધ્યા વગર લોટનું ખીરું તૈયાર કરીને બનાવીશું. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.
#AM4
ચીલી ગાર્લીક પરાઠા (Chili Garlic Paratha Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું ચીલી ગાર્લિક પરાઠા. આ પરાઠા આપણે લોટ બાંધ્યા વગર લોટનું ખીરું તૈયાર કરીને બનાવીશું. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.
#AM4
રાંધવાની સૂચનાઓ
- 1
ચીલી ગાર્લિક પરાઠા બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલમાં બટર લો. હવે એમાં આદુ લસણ અને લીલા મરચાં ની પેસ્ટ ઉમેરો. હવે તેમાં ચીલી ફ્લેક્સ ઉમેરો અને બધું બરાબર થી મિક્સ કરીને પેસ્ટ બનાવી લો.
- 2
હવે એક બાઉલમાં ઘઉંનો લોટ અને મેંદો લો. હવે તેમાં જે ગાર્લિક પેસ્ટ બનાવી છે એ પેસ્ટ ઉમેરો. હવે તેમાં ઝીણા સમારેલા લીલા ધાણા અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો. હવે બધું બરાબર મિક્સ કરીને ૧ ૧/૨ (દોઢ) કપ પાણી ઉમેરીને ખીરુ તૈયાર કરો. પાણી તમે જરૂર મુજબ ઉમેરી શકો છો ખીરું જાડું પણ નહીં અને બહુ પાતળું નહીં એ રીતે બનાવવાનું છે.
- 3
હવે આ ખીરાને ૫ મિનિટ માટે ઢાંકી દો. જેથી મસાલા ખીરામાં બરાબર સેટ થઈ જાય. ચીલી ગાર્લિક પરાઠા બનાવવા માટે ખીરું આ રીતે તૈયાર કરવાનું છે. જેમ આપણે બેસન ના પુડલા બનાવીએ છે એ રીતે ખીરું તૈયાર કરો. હવે એક નોન સ્ટિક તવી ગરમ કરો. લિક્વિડ પરાઠા બનાવવા માટે નોન સ્ટીક તવી નો જ ઉપયોગ કરવાનો છે. હવે આ રીતે ચમચાની મદદથી તવી ઉપર ખીરું રેડો.
- 4
એક સાઇડ સેકાય જાય એટલે ધીરેથી પલટાવીને ૧ ચમચી બટર પરાઠા ઉપર સ્પ્રેડ કરો અને બંને બાજુ આ રીતે શેકી લો.
- 5
આપણા ચીલી ગાર્લિક પરાઠા સર્વ કરવા માટે તૈયાર છે. મેં આ પરાઠાને દહીં સાથે સર્વ કર્યા છે. આ પરાઠા દહીં સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જાય છે. તમે આ પરાઠાને લીલી ચટણી, ટોમેટો કેચપ, ચા, અથવા કોફી સાથે સર્વ કરી શકો છો. તો મારી આ ચીલી ગાર્લિક પરાઠાની રેસિપી ઘરે જરૂર ટ્રાય કરો અને આનંદ માણો.
Keywords
Similar Recipes
More Recipes

















ટિપ્પણીઓ (2)