આખી ડુંગળી આખા લસણ નું શાક (Akhi Dungri Akha Lasan Shak Recipe In Gujarati)

આ રેસિપી મારા બા 2018 માં લંડન ફરવા આવિયા ત્યારે મને બનાવી ને ખવરાવી હતી તો હૂ ઘણી વખત શિયાળા ની ઋતુ માં બાજરી ના રોટલા સાથે મોજ લેતો હોવ છું તો ચાલો આજે હૂ તમને આ રેસિપી share કરીશ. 🙏
આખી ડુંગળી આખા લસણ નું શાક (Akhi Dungri Akha Lasan Shak Recipe In Gujarati)
આ રેસિપી મારા બા 2018 માં લંડન ફરવા આવિયા ત્યારે મને બનાવી ને ખવરાવી હતી તો હૂ ઘણી વખત શિયાળા ની ઋતુ માં બાજરી ના રોટલા સાથે મોજ લેતો હોવ છું તો ચાલો આજે હૂ તમને આ રેસિપી share કરીશ. 🙏
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ડુંગળી ના ઉપર ના ભાગે છરી થી 4 કાપા પાડી લેવા અડધે સુધી અને લસણ જો મૂળિયાં વાળું હોય તો ઈ કાઢી લેવા ત્યારબાદ એક વાસણ માં પાણી માં થોડું મીઠું નાખી ડુંગળી - લસણ 75% જેવા બાફી લેવા, બફાય જાય એટલે તેને જારી માં લઇ પાણી નિતારી લેવું.
- 2
ત્યારબાદ એક તપેલી માં 3-4 ચમચી તેલ ગરમ કરો, તેલ માં આખું જીરું નાખી તેમાં લીમડા ના પાન,આદુ-મરચા -લસણ ની પેસ્ટ નાખી સતલાવા દેવું.
- 3
ત્યારબાદ તેમાં ટામેટાં ને નાખી થોડી વાર માટે સતલાવા દેવું, પછી તીખા ચવાણા ને મિક્સર માં ભૂકો કરી મિક્સર કરી દેવું અને સાથે 1 ગ્લાસ જેટલું પાણી નાખી ઉકલવા દેવું સાથે સાથે હળદર, મીઠુ, ગરમ મસાલો નાખી દેવા (મસાલા જરૂરિયાત પ્રમાણે નાખવા ચવાણા માં ઘણા ખરા મસાલા આવી જતા હોય છે)
- 4
ત્યારબાદ સારી રીતે બધું ઉકલી જાય એટલે તેમાં બાફેલા ડુંગળી અને લસણ ને નાખી સારી રીતે મિક્સ કરી લેવું અને ડુંગળી લસણ સારી રીતે બફાય જાય ત્યાં સુધી તપેલી માં ચડવા દેવું
- 5
બસ મિત્રો આ શાક ને તમે બાજરી ના રોટલા સાથે, ટામેટાં, કાકડી, ડુંગળી ના સલાડ, છાસ, પાપડ સાથે મોજ માણી શકો છો,
આ શાક ને ખાવા માટે જો તમે બાજરી ના રોટલા ને ચોળી લેશો અને તેમાં શાક મિક્સ કરી ને ખાસો તો એની મજા કંઈક અલગ આવશે. - 6
ઘણાલોકો ને પ્રશ્ન હશે કે આ આખા લસણ ને ખાવુ કેમ - આખા લસણ ને ખાવા માટે તમારે લસણ ની કળી ને મોમાં મુકી દાંત ની મદદ થી લસણ ને ચુસી લેશો એટલે ફોતરાં નીકળી જશે કેમકે લસણ બફાઈ ગયુ હોવાના લીધું સરળતા થી ફોતરાં નીકળી જશે 🙏
Keywords
Similar Recipes
More Recipes












ટિપ્પણીઓ (4)