શીંગદાણા ના લાડુ (Shingdana Ladoo Recipe In Gujarati)

શીંગદાણા ના લાડુ ની રેસીપી હું મારી મમ્મી પાસે અને મારી સાસુ બંને પાસેથી શીખી. શીંગદાણા ના લાડુ ની રેસીપી હું મારી મમ્મી અને મારા સાસુ ને dedicate કરું છું. આ લાડુ મને પણ બહુજ ભાવે છે. આ લાડુ બનાવવા ખૂબ જ સરળ છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.
#MA

રાંધવાની સૂચનાઓ
- 1
સીંગદાણાના લાડુ બનાવવા માટે સૌ પ્રથમ સીંગદાણાને એક કડાઈમાં ધીમી આંચ પર શેકો. શીંગદાણા શેકાઈ જાય એટલે એક થાળીમાં કાઢી લો..
- 2
હવે શીંગદાણા ને બે હાથ વડે મસળીને છોડા કાઢો. હવે એક કઢાઈ માં ઘી ઉમેરો. ઘી ગરમ થઇ જાય એટલે ગોળ ઉમેરો. હવે ઘી માં ગોળ બરાબર રીતે મિક્સ કરો.
- 3
હવે ઘી માં ગોળ બરાબર મિક્સ થઈ જાય અને ઘી ગોળનો પાયો તૈયાર થઈ જાય એટલે શીંગદાણા ઉમેરો અને શીંગદાણા ઘી ગોળ ના પાયા માં બરાબર મિક્સ કરો. હવે સીંગદાણાના મિક્સરને એક થાળીમાં કાઢી લો.
- 4
આ મિક્સરને થોડું ઠંડુ થવા દો બહુ ઠંડું નથી થવા દેવાનું ગરમ ગરમ જ લાડુ બનાવવાના છે. હાથમાં થોડું ઘી લગાવીને આ રીતે લાડુ બનાવો. આ લાડુ નાના બાળકો તથા મોટા બધાને ખૂબ જ ભાવે છે. તો તમે મારી આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરો અને આનંદ માણો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (3)