પનીર તુફાની (Paneer Toofani Recipe In Gujarati)

Shital Jataniya
Shital Jataniya @shital10

આ મે સંગીતાબેન જાની સાથે ઝૂમ લાઈવ મા તેને જે રેડ મખની ગ્રેવી સિખાડી તેનો ઉપયોગ કરી ને મે પનીર તુફાની બનાવ્યું છે જે ખુબ સરસ બન્યું ને ઘરના તો આંગળા ચાટતા રહી ગયા

પનીર તુફાની (Paneer Toofani Recipe In Gujarati)

આ મે સંગીતાબેન જાની સાથે ઝૂમ લાઈવ મા તેને જે રેડ મખની ગ્રેવી સિખાડી તેનો ઉપયોગ કરી ને મે પનીર તુફાની બનાવ્યું છે જે ખુબ સરસ બન્યું ને ઘરના તો આંગળા ચાટતા રહી ગયા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
  1. ગ્રેવી માટે ની વસ્તુ
  2. ટામેટા
  3. ડુંગળી
  4. ૧૦ કળીલસણ ની કળી
  5. આદુ નો કટકો
  6. ૧ કપકાજુ
  7. ૧/૨ કપમગતડીના બી
  8. લવિંગ
  9. સ્ટાર ફૂલ
  10. સૂકા મરચાં
  11. તમાલ પત્ર
  12. ૧ વાટકો મલાઇ
  13. ૨ ચમચા બટર
  14. ૨ ચમચીકસુરી મેથી
  15. ૨ ચમચા તેલ
  16. ૧ ચમચીજીરૂ
  17. ૧ ચમચીધાણજીરૂ
  18. ૧ ચમચીગરમ મસાલો
  19. ૧/૨ ચમચીહળદર
  20. ૧ ચમચીખાંડ
  21. ૨ ચમચીકાશ્મીરી મરચુ પાઉડર
  22. ૨ ચમચીકિચન કિંગ પંજાબી ગરમ મસાલો
  23. કટકો તજ
  24. મીઠુ સ્વાદ મુજબ
  25. સબ્જી બનાવવા માટે વસ્તુ
  26. જિની સમારેલી ડુંગળી
  27. ઝીણું સમારેલું ટામેટું
  28. ૧ ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  29. ૨૦૦ ગ્રામ પનીર
  30. ૧ ચમચીતીખું મરચુ પાઉડર
  31. ૧ ટી સ્પૂનહળદર
  32. ૧ ટી સ્પૂનધાણજીરુ
  33. ૨ ચમચીમલાઈ
  34. ૨ ચમચીબટર
  35. ચમચા તેલ
  36. ૧ ચમચીકસુરી મેથી
  37. ૧ ચમચીકિચન કિંગ પંજાબી ગરમ મસાલો
  38. મીઠુ સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    પેલા એક તપેલી માં ગરમ પાણી મુકી દો ને પછી એક કડાઈ માં તેલ મુકી ગરમ થાય એટલે સૂકા મરચાં ને ખડા મસાલા નાખી ને પછી ડૂંગળી નાખી સાતળવી ને પછી તેમાં એક પછી એક બધું નાખી સાતળવું ને બધા મસાલા નાખી ને બટર નાખવું એટ્લે મસ્ત સોફ્ટનેસ આવશે ને પછી તેમાં એક ગ્લાસ ગરમ પાણી એડ કરી 1/2 પાણી બળી જાય ત્યાં સુધી ઉકળવા દો.

  2. 2

    પછી ઠરી જાય એટલે મિક્સ્ચર માં પીસી ગાળી લ્યો આં રિતે રેડી થઈ ગઈ છે આપની ગ્રેવી. ને પછી તમે સબ્જી માટેની સામગ્રી રેડી કરી લ્યો ને પેલા ઓઇલ ને બટર મિક્સ કરી ગરમ થવા મુકી દયો.

  3. 3

    હવે પેલાં ડુંગળી સાંતળવી પછી તેમાં આદુ મરચાં ની પેસ્ટ ને પછી ટામેટા નાંખી સાતળવું પછી તેમાં મસાલા નાંખવા ને પછી તેમાં ગ્રેવી એડ કરવી મે આમાં તીખું મરચુ એડ કર્યું છે કેમ કે પનીર તુફાની તીખું હોય તો જ મજા આવે.

  4. 4

    હવે તેમાં મલાઇ નાખી મિક્ષ કરી તેમાં પનીરના કટકા ને ખમણ બેય એડ કરવાં લાસ્ટ મા તેમાં બટર ને કસૂરી મેથી ને કિચન કિંગ પંજાબી ગરમ મસાલોએડ કરી ધીમી આંચ પર રેવા દયો.

  5. 5

    આ રીતે રેડી છે આપની પનીર તુફાની સબ્જી તેને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shital Jataniya
Shital Jataniya @shital10
પર
I love cooking.❤️❤️I like to cook different recipes.😋😋
વધુ વાંચો

Similar Recipes