મકાઈ નો ચેવડો(Makai નો chevdo recipe in gujarati)

#MA
આપણા બધા ના જીવન માં મા નું ખૂબ મોટું યોગદાન રહેલું હોય છે. મા પાસે થી આપણે ઘણું શીખીએ છીએ. મેં મારી મમ્મી પાસે થી ઘણી નવી નવી વાનગીઓ શીખી છે. જેમાંની એક છે મકાઈ નો ચેવડો. આ ડિશ ખાવામાં હેલ્થી છે ઉપરાંત ખૂબ સ્વાદિષ્ટ અને ચટપટી લાગતી હોય છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મકાઈ ના દાણા પાડી ને અધકચરા પીસી લો.
- 2
હવે એક કઢાઈ માં તેલ ગરમ કરો. ત્યારબાદ તેમાં જીરું, હિંગ અને મીઠા લીમડા ના પાન ઉમેરો.
- 3
ત્યારબાદ સમારેલ મરચા ઉમેરો. પછી પિસેલ મકાઈ ઉમેરો. બરાબર મિક્સ કરી લો.
- 4
હવે મીઠું, હળદર, લાલ મરચુ પાઉડર અને ખાંડ ઉમેરી ને બરાબર મિક્સ કરી લો. હવે પાણી ઉમેરી ને મિક્સ કરી ને ધીમા તાપે ઢાંકી ને 20-22 મિનિટ ચડવા દો.
- 5
વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. મકાઈ ના દાણા બરાબર ચડી જાય ત્યાં સુધી ચડવા દો.
- 6
હવે તેમાં સમારેલ કોથમીર, કોપરા નું છીણ અને લીંબુ નો રસ ઉમેરી ને મિક્સ કરી લો.
- 7
હવે સેવ ભભરાવી ને ગરમ ગરમ મકાઈ નો ચેવડો પીરસો.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (13)