ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)

આજે આપણે બનાવીશું કાચી કેરી માંથી ગોળ કેરીનું શાક. આ ગોળ કેરી ખૂબ જ ઓછા સમયમાં ફટાફટ બની જાય છેે. અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.
#EB
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું કાચી કેરી માંથી ગોળ કેરીનું શાક. આ ગોળ કેરી ખૂબ જ ઓછા સમયમાં ફટાફટ બની જાય છેે. અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.
#EB
રાંધવાની સૂચનાઓ
- 1
ગોળ કેરીનું શાક બનાવવા સૌ પ્રથમ ૩ નંગ કાચી કેરી લો. કેરી ને સારી રીતે ૨ થી ૩ પાણી માં સારી રીતે ધોઈને ચોરસ ટુકડામાં કાપી લો. હવે એક કઢાઈમાં ૨ ચમચી તેલ ઉમેરો. ગેસની આંચ ધીમી રાખો. તેલ ગરમ થઇ જાય એટલે એક સૂકું લાલ મરચું રાઈ અને જીરું અને વળીયારી ઉમેરો.
- 2
રાઈ તતડી જાય અને જીરું શેકાઈ જાય એટલે પેનમાં કેરીના ટુકડા ઉમેરો. હવે એમાં ૧/૨ ચમચી હળદર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો. અને બધું બરાબર મિક્ષ કરી લો. હવે તેનો પર એક ઢાંકણું ઢાંકીને થોડીવાર થવા દો. કેરી બરાબર બફાય જાય એટલે ઢાંકણું ખોલી દો. હવે એમાં ગોળ ઉમેરી ને બધું બરાબર મિક્સ કરો.
- 3
હવે ૧/૪ કપ પાણી ઉમેરો. હવે ગોળ ઓગળી જાય એટલે શેકેલું જીરું પાઉડર અને કાશ્મીરી લાલ મરચું ઉમેરી ને બધું બરાબર મિક્સ કરી લો. હવે થોડી વાર થવા દો. હવે ગેસ બંધ કરી થોડું ઠંડુ થવા દો. ઠંડુ થશે એટલે ગોળ કેરી નો રસો જાડો થઈ જશે.
- 4
હવે એક બાઉલમાં સર્વ કરો. આપણું ગોળ કેરીનું શાક બનીને તૈયાર છે. આ શાક તમે એક કાચની બોટલમાં ભરીને ૧૫ દિવસ સુધી ફ્રિજમાં સ્ટોર કરી શકો છો.આ શાક રોટલી,ભાખરી,પરાઠા,દાળ ભાત,ખીચડી સાથે ખાઈ શકો છો.અને આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ગોળ કેરીનું શાક નાના તથા મોટા બધાને ખુબ જ ભાવશે. તો તમે મારી આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરો અને આનંદ માણો.
Similar Recipes
More Recipes
- ફાફડા ગાંઠિયા (Fafda Gathiya Recipe In Gujarati)
- પીઝા સોસ (Pizza Sauce Recipe In Gujarati)
- પરવળ નું પંજાબી શાક (Parvar Punjabi Shak Recipe In Gujarati)
- બેક્ડ વેજીટેબલ્સ ઈન વ્હાઇટ સોસ (Baked Vegetables In White Sauce Recipe In Gujarati)
- ચીઝ મિક્સ વેજ સેન્ડવીચ (Cheese Mix Veg Sandwich Recipe In Gujarati)














ટિપ્પણીઓ (6)