અંગુર રબડી કેક (Angoor Rabdi Cake Recipe In Gujarati)
Rabdi cake
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે કેક બનાવશુ તેની માટે આપણે ઘઉંનો લોટ અને મેંદાનો લોટ મિક્સ કરીને ચારી લેશો ત્યારબાદ દળેલી ખાંડ બેકિંગ પાઉડર સોડા દૂધ દહીં બધું નાખીને બરાબર ફુલ મિક્સ કરી લો
- 2
ત્યારબાદ એક કડાઈમાં નીચે મીઠું નાખીને ગરમ મૂકી દો તેની ઉપર કાંઠો રાખી ને બંધ કરીને ગરમ થવા દો પછી કેકનું મિશ્રણ બરાબર હલાવીને મોલ્ડમાં કાઢીને કડાઈમાં મૂકી દો 20 મિનિટ બંધ આપણી કેક તૈયાર થઈ જશે તેને સ્લો ગેસ ઉપર જ કરવાની છે તેમજ તેમાં સ્ટીક અથવા ચાકુ નાખીને જોઈ લો કેક થઈ ગઈ છે કે નહીં જોકે સ્ટીક અથવા ચા કોમા ચોંટે નહિ તો સમજી લેવાનું કે આપણી કેક રેડી છે
- 3
હવે આપણે રબડી બનાવશો પહેલા આપણે પનીરને છીણીને એકદમ મસળી લેવાનું છે તેમાં એક ચમચી કોર્નફ્લોર નાખી ને ખૂબ મસળીને નાની-નાની ગોળીઓ વાળવાની છે ત્યારબાદ ગેસ ઉપર ખાંડ નાખીને પાણી ઉકળવા મૂકી દો પાણી ઉકળે એટલે તેમાં એક એક ગોળીઓ પનીરની નાખી દો તેઓ એના કરતાં ડબલ થઈ જાય એટલે સમજી જવાનું કે આપણી અંગુર તૈયાર છે ત્યારબાદ તેને તેમાંથી કાઢી લો
- 4
હવે આપણે દૂધ ઊકળવા મૂકવું રબડી માટે દૂધ ઉભરો આવે પછી તેમાં ખાંડ નાખી દો અને તેને વધુ થાય ત્યાં સુધી ઉકાળી લો પછી તેમાં કેસર પિસ્તા કાજુ બદામની કતરણ બધું નાખી દો અને ત્યારબાદ થોડું થોડું ગરમ હોય ત્યારે જ તેમાં અંગુર ઉમેરી દો
- 5
હવે આપણે એક ડીશમાં કેક લઈ તેની ઉપર રબડી રેડી દો અને અંગુર તેની ઉપર રાખી દો ત્યારબાદ પિસ્તા કાજુ બદામની કતરણ ગુલાબની પાંદડી વડે ડેકોરેશન કરો તો તૈયાર છે અંગુર રબડી કેક
Keywords
Similar Recipes
More Recipes
- બેસિલ પેસ્ટો રાઈસ (Basil Pesto Rice Recipe In Gujarati)
- પાન મસાલા મુખવાસ (Pan Masala Mukhwas Recipe In Gujarati)
- પાલક પનીર ચીલા (Palak Paneer Chila Recipe In Gujarati)
- ફણગાવેલા મગ કાકડી કેપ્સીકમ સલાડ (Sprout Moong Cucumber Capsicum Salad Recipe In Gujarati)
- અંગુર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)





ટિપ્પણીઓ (7)