જૈન વેજ બર્ગર (Jain Veg Burger Recipe In Gujarati)

જૈન વેજ બર્ગર (Jain Veg Burger Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ટિક્કી બનાવવા માટે ♦️ સૌ પ્રથમ 5 થી 6 નંગ કાચા કેળાં અને લીલાં વટાણા બાફી લેવાં. 2 થી 3વિહ્સ્લ આપવી કુકરમાં.
રેસ્ટ આપ્યાં બાદ કેળાં ની છાલ કાઢી સ્મેચ કરવા. સાથે બાફેલા વટાણા પણ સ્મેચ કરવાં. - 2
હવે એક પેન માં 2થી 3ચમચી તેલ ગરમ કરી તેમાં જીરું નો વઘાર કરી બારીક સમારેલી કેપ્સિક્મ,કેબેજ 2 મિનીટ સુધી સાંતળવા.
હવે તેમાં બધાં મસાલા(ઉપર ઘટક માં બતાવેલ પ્રમાણે) અને સ્વાદ પ્રમાણે મીઠું નાંખી નાંખી બધું બરાબર હલાવી લેવુંઅને ગૅસ બંધ કરી દો. હવે આપણે તેમાં બારીક સમારેલી કોથમીર અને પનીર છીણીને નાંખવું.ફરીથી બધું બરાબર હલાવી લેવું.
હવે તેમાં 1થી 2ચમચી કોર્નફ્લોર અને 1/4 કપ બ્રેડક્ર્મ્સ મિક્સ કરી રાઉન્ડ શેપ માં ટિક્કી બનાવી. - 3
- 4
સ્લરિ કોટ કરવા માટે (ટિક્કી માટે)⬇️
2 ચમચી મેં દો,1ચમચી કોર્નફ્લોર, 1/2ચમચી મીઠું,1/3 કપ પાણી અને જરુર મુજબ બ્રેડક્રમસ નાંખી મિડીયમ પેસ્ટ રેડી કરી લેવી.
હવે તેમાં રેડી કરેલ ટિક્કીને ડીપ કરી બ્રેડક્રમસ થી કોટ કરવી. આ મુજબ બધી ટિક્કી સ્લરિ કોટ કરવી. - 5
- 6
બર્ગર બનાવવા માટે ⬇️એક પેનમાં જરુર મુજબ તેલ ગરમ થાય એટલે ટિક્કી ધીમી આંચ પર ફ્રાય કરી લેવી.
સરસ રીતે ડીપ ગોલ્ડન રંગ થઇ જાય ત્યારે ગૅસ બંધ કરી દો. - 7
લાલ અને લીલાં રંગની ડીપ માટે ⬇️
1/2કપ મેયોનિઝ સોસ, 1મોટો ચમચો લાલ ચીલી સોસ અને 2મોટા ચમચા ટોમેટો સોસ મોયોનિજ સોસ સાથે મિક્સ કરીને લાલ ડીપ રેડી કરો.
લીલાં રંગની ડીપ માટે જરુર મુજબ બારીક સમારેલી કોથમીર,લીલાં મરચાં,અદ્ર્ક,જીરું અને લીંબું નો રસ મિક્સ કરી લીલી ચટણી બનાવી લેવી. અને 1/2કપ મેયોનિઝ સોસ સાથે લીલી ચટણી મિક્સ કરી ગ્રીન ડીપ રેડી કરવો. - 8
લાલ ડીપ અને ગ્રીન ડીપ રેડી છે ⬇️
- 9
એક પેન પર જરુર મુજબ બનપાવ કટ કરી 2ચમચી બટ્ટર ગ્રીસ કરી રોસ્ટ કરો.
હવે ગ્રીન ડીપ,અને લાલ ડીપ સ્પ્રેડ કરો બન પાવ પર હવે ટિકકી મુકો.જરુર મુજબ ટોમેટો,કેપ્સિક્મ,કેબેજ,કાકડીની સ્લાઈસ મૂકી ફરીથી ટિક્કી મૂકી લેયર રેડી કરો. આ મુજબ બધાં બગર્ર રેડી કરી લેવાં. - 10
હવે આપણા જૈન વેજ બર્ગર બનીને રેડી થઇ ગયા છે.સર્વ કરો કોલ્ડડ્રીંક સાથે.
- 11
- 12
Similar Recipes
More Recipes






























ટિપ્પણીઓ (30)