ગળી ગુંદી

Shilpa Kikani 1 @shilpa123
આ ગુંદી માંથી લાડવા પણ બનાવી શકાય ગાંઠીયા સાથે ખુબ જ સારી લાગે છે
ગળી ગુંદી
આ ગુંદી માંથી લાડવા પણ બનાવી શકાય ગાંઠીયા સાથે ખુબ જ સારી લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
એક કપ ચણાના ઝીણા લોટમાં બે ટેબલસ્પૂન જાડો લોટ મિક્સ કરી વન ટીસ્પૂન ઘી નાખવું અને પાણી ઉમેરી એકદમ પતલુ ખીરું બનાવવું. કડાઈમાં ઘી ગરમ મૂકવું તેમાં ગોળ ઝારા વડે ઝારા ને ઊંચું રાખી અને ચણાનું બેટર રેડવું જેથી ગુંદી પડશે અને તેલમાં ગુલાબી થાય ત્યાં સુધી તળી લેવી
- 2
અન્ય તપેલીમાં ખાંડ ડૂબે એટલું પાણી લઈ ચાસણી કરવી બે તારની ચાસણી કરવી અને તેમાં કેસર અને કલરના ટીપા ઉમેરવા જેથી પીળો કલર આવે પછી તેમાં તળેલી ગુંદી ઉમેરવી અને બે મિનીટ રહેવા દઈ તેને સારી રીતે નિતારી અને કાઢી લેવી
- 3
તો તૈયાર છે ગળી ગુંદી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15670975








ટિપ્પણીઓ