મનચાઉં સૂપ (Manchow Soup Recipe In Gujarati)

#CF
#Cookpadindia
#Cookpadgujarati
આ એક ઇન્ડો ચાઈનીઝ સૂપ છે જે એકદમ હેલ્ધી છે.જેમાં ખૂબ સારા પ્રમાણમાં શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે છે.ભારતમાં આ સૂપ ખુબજ પોપ્યુલર છે.
મનચાઉં સૂપ (Manchow Soup Recipe In Gujarati)
#CF
#Cookpadindia
#Cookpadgujarati
આ એક ઇન્ડો ચાઈનીઝ સૂપ છે જે એકદમ હેલ્ધી છે.જેમાં ખૂબ સારા પ્રમાણમાં શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે છે.ભારતમાં આ સૂપ ખુબજ પોપ્યુલર છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ નુડલ્સ ને બાફી લો ત્યારબાદ તેને નિતારી થોડી કોરી કરી લો તેમાં મીઠું નાખી મિક્સ કરો ત્યારબાદ થોડો કોર્નફ્લોર નાખી કોટ કરો અને મીડીયમ ફ્લેમ પર ક્રિસ્પી તળી લો.
- 2
હવે 2 ચમચી કોર્નફ્લોર માં પાણી નાખી પાતળી સ્લરી બનાવો.અને બધાંજ શાકભાજી ને એકદમ બારીક સમારી લો.
- 3
એક ચાઈનીઝ કડાઈ લો તેમાં 1 ચમચી તેલ નાખી સૌથી પહેલાં આદુ અને લસણ નાખો તેને એક મિનિટ શેકો.(બડી ના જાય તેંનું ધ્યાન રાખવું) ત્યારબાદ લીલા કલર સીવાય ના બધા શાકભાજી નાખી દો.(તમે મશરૂમ અને બેબીકોર્ન પણ લાઇ શકો છો.) 2 મિનિટ શેકો.
- 4
ત્યારબાદ રેડ ચીલી સોસ,સોયસોસ મીઠું અને મરી પાઉડર નાખો થોડું પાણી નાખી ઉકાળો ત્યારબાદ ગ્રીન વેજિટેબલ્સ નાખી બધું જ પાણી નાખો તેને 1 ઉભરો આવા દો. હવે કોર્નફ્લોર સ્લરી નાખી 2 ઉભરા આવે એટલે વિનેગર નાખી 30 સેકન્ડ ઉકાળો.સર્વિંગ બાઉલમાં લઈ ઉપરથી આદુ,મરચા,લસણ અને કોથમીર છાંટો અને ફ્રાઇડ નુડલ્સ સાથે ગરમા ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes












ટિપ્પણીઓ (6)