મટર મીની સમોસા (Matar Mini Samosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કૂકરમાં તેલ મૂકી તેમાં જીરું નો વઘાર કરો. તેમાં ડુંગળી સાંતળો. ડુંગળી ગુલાબી થાય એટલે તેમાં વટાણા અને ઝીણા સમારેલા બટાકા ઉમેરો. હવે તેમાં મીઠું, મરચું, હળદર, ગરમ મસાલો, આદુ મરચાની પેસ્ટ ઉમેરી બરાબર મિક્સ કરી લો. થોડું પાણી ઉમેરી 2 સિટી થાય ત્યાં સુધી થવા દો.
- 2
હવે ઘઉં ના લોટ અને મેંદામાં મીઠું અને મુઠી પડતું મોણ નાખી સહેજ કઠણ લોટ બાંધી લો. 10 મિનિટ માટે રેસ્ટ આપો.
- 3
હવે તે લોટમાંથી પૂરી વણી વચ્ચેથી કાપો પાડીને બે ભાગ કરો. તેનો કોન બનાવી તેમાં પૂરણ ભરી ઉપરથી સિલ કરી દો.....આ રીતે બધા સમોસા તૈયાર કરી લો. મિડિયમ તાપે તળી લો.
- 4
તો તૈયાર છે મટર મીની સમોસા.....
Keywords
Similar Recipes
More Recipes
- ચોળાના ઢોકળા (Black Eyed Pea Dhokla Recipe In Gujarati)
- દૂધીના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
- લીલી દ્રાક્ષ નું જ્યૂસ.(Green Grapes Juice Recipe in Gujarati)
- મગ ની દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
- તળેલા મસાલા કાજુ અને શીંગદાણા (Fried Masala Kaju Shingdana Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16041611




ટિપ્પણીઓ (3)