પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)

પાલક પનીર બનાવવા માટે મિક્સરમાં ક્રશ કરવું ઝંઝટ વગર બનાવી શકે તેવી આસાન રીતે આજે આપણે બનાવશું.
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
પાલક પનીર બનાવવા માટે મિક્સરમાં ક્રશ કરવું ઝંઝટ વગર બનાવી શકે તેવી આસાન રીતે આજે આપણે બનાવશું.
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં વઘાર માટે તેલ મૂકી તેમાં જીરું આદુ મરચાં લસણની પેસ્ટ એક મિનિટ સાંતળવી ત્યારબાદ તેમાં ડુંગળી નાખી આછા ગુલાબી રંગના થાય ત્યાં સુધી તેને સાતળવી. ટામેટાં ના બે પીસ કરી ત્યારબાદ તેમાં ઉમેરી એક મિનિટ માટે ઢાંકણ ઢાંકી ચઢવા દેવું. ટામેટાં ચડી જાય એટલે ઉપરની છાલ કાઢી તેને ચમચા વડે ક્રશ કરી દેવું.
- 2
ત્યારબાદ તેમાં પનીરના પીસ કરી લેવા. બધા મસાલા કરી એક મિનિટ માટે ઢાકણ રાખી પનીરને ચડવા દેવું. ત્યારબાદ એકદમ ઝીણી સમારેલી પાલક નાખી પાંચેક મિનિટ પાલક ચડે ત્યાં સુધી તેને ઢાંકણ ઢાંકી ચડવા દેવું. જરૂર લાગે તો છ થી સાત ચમચી પાણી ઉમેરવું.
- 3
પાલક સરસ ચડે એટલે એકદમ આસાનીથી આખી પાલક પનીર મિક્સર કે કોઈપણ મહેનત વગર એકદમ ટેસ્ટી પાલક પનીર તૈયાર છે. પાલક પનીર સર્વ કરો.
Similar Recipes
More Recipes









ટિપ્પણીઓ