પાઉંભાજી

પાઉંભાજી
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા બઘા શાકભાજી ધોઈ ને જીણુ સમારી લઈએ.
- 2
હવે ઉપર મુજબ ની બધી જ સામગ્રી રેડી કરીએ.
- 3
હવે મેં અહીં એક પણ શાકભાજી ને બાયફી નથી. પહેલા જ લખ્યું છે કે આ વેરાવળ ની પ્રખ્યાત પ્રવીણ ની ભાજી ની જેમ બનાવવાનો પ્રયત્ન કરૂ છુ.
- 4
હવે તેલ મૂકી તેમાં પહેલા લસણ, આદુ, મરચા ની પેસ્ટ નો વઘાર કરીએ. હવે તેમાં બારીક સુધારેલી ડુંગળી અને ટામેટાં એડ કરીએ. 5મિનિટ સાતળી લીઘા પછી તેમાં બારીક સમારેલ રીંગણાં, બટાકા ફૂલ કોબી એડ કરીએ.
- 5
હવે મીઠું એડ કરીને ધીમી ફ્લેમ પર તેને 15 થી 20 મિનિટ ઓજ મૂકી ડીશ થી ઢાંકીએ.
- 6
હવે તેમાં મરચા પાઉડર, હળદર, ધાણાજીરું, મોર ગરમ મસાલો અને એવરેસ્ટ પાવભાજી મસાલો એડ કરીએ.હવે 15 મિનિટ ફરી ઓજ મૂકી તેને મિક્સ થવા દેશું.
- 7
તો રેડી છે વેરાવળ ની પ્રખ્યાત પ્રવીણ ની ભાજી. એક વખત આમ ભાજી બનાવ્યા પછી બાફેલા શાક અને ગ્રેવી વાળી ભાજી ભૂલી જ જશો.
- 8
તો ધાણાભાજી થી ગાર્નિશ કરીને ગરમા ગરમ ભાજી સર્વ કરીએ.
Similar Recipes
More Recipes




ટિપ્પણીઓ