લીંબુ નું ગળ્યું અથાણું (Limbu Sweet Athanu Recipe In Gujarati)

શિયાળો આવી ગયો છે ફ્રેન્ડ્સ અને લીંબુ પણ અત્યારે ખુબ જ સરસ પતલી છાલના મળે છે તો ચાલો આપણે લીંબુના અથાણાની રેસિપી જોઈએ.
લીંબુ નું ગળ્યું અથાણું (Limbu Sweet Athanu Recipe In Gujarati)
શિયાળો આવી ગયો છે ફ્રેન્ડ્સ અને લીંબુ પણ અત્યારે ખુબ જ સરસ પતલી છાલના મળે છે તો ચાલો આપણે લીંબુના અથાણાની રેસિપી જોઈએ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લીંબુ ધોઈ લો અને તેના ચાર ટુકડા કરવા હવે તેમાંથી બીયા કાઢી દેવા પછી તેમાં હળદર અને મીઠું નાખી આઠ દિવસ સુધી રહેવા દેવા.
- 2
જ્યારે તમે લીંબુના આઠ દિવસ રહેવા દેવા માટે મૂકો છો તો ધ્યાન રાખવું કે તે લીંબુના ડેલી હલાવવા. રોજ હલાવો એટલે લીંબુ બગડે નહીં.
- 3
હવે એક તપેલી લેવી તેમાં ખાંડની ચાસણી કરવી. 500 ગ્રામ ખાંડમાં એક કપ પાણી નાખો. ચાસણી થઈ જાય એટલે તેમાં લાલ મરચું અને બાકીના બતાવેલ બધા મસાલા નાખવા. અને બરાબર બધું મિક્સ કરવું.
- 4
- 5
હવે તૈયાર કરેલા ચાસણીમાં ઓલા આઠ દિવસ રાખેલ લીંબુ પણ ઉમેરવા. અને બધું બરાબર મિક્સ કરો.
- 6
અથાણું ઠંડુ પડે એટલે તેને કાચની બરણીમાં મૂકી તેને ફરીથી ત્રણ થી ચાર દિવસ સુધી રાખી મૂકો.
- 7
- 8
બસ તો તૈયાર છે આપણા લીંબુનું ગળ્યું અથાણું અને તમે બાર મહિના સ્ટોર કરી શકો.
- 9
Thank you 😊
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ