રેગ્યુલર મગ (Regular Moong Recipe In Gujarati)

મગ તો દરેકના ઘરે બનતા જ હોય છે, આજે હું રેગ્યુલર મગની રેસીપી લઈને આવી છું ખાટા મીઠા મગ, એકદમ સરળ રીત છે તો ચાલો રીત જોઈ લઈએ.
રેગ્યુલર મગ (Regular Moong Recipe In Gujarati)
મગ તો દરેકના ઘરે બનતા જ હોય છે, આજે હું રેગ્યુલર મગની રેસીપી લઈને આવી છું ખાટા મીઠા મગ, એકદમ સરળ રીત છે તો ચાલો રીત જોઈ લઈએ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગને ધોઈને કુકરમાં બે સીટી વગાડીને બાફી લેવા, બાફી બાફેલું જે પાણી હોય તે કાઢવું નહીં,
- 2
એક કઢાઈમાં વઘાર માટે બે ચમચી જેટલું તેલ મૂકવું, હવે તેમાં જીરું નાખવું, જીરુ તતડે એટલે લીલા મરચા નાખવા, હવે ઝીણા સમારેલા ટામેટા નાખવા, ટામેટા શેકાઈ જાય એટલે તેમાં લીમડાના પત્તા નાખવા.
- 3
હવે આ વઘારમાં મસાલો કરવો, લીલું મરચું ધાણાજીરું હળદર ચપટી હિંગ ગરમ મસાલો નાખીને બરાબર મિક્સ કરવું,
- 4
હવે આ વઘારમાં મગ પાણી સાથે નાખીને બરાબર હલાવા સ્વાદ પ્રમાણે મીઠું નાખવું. કોથમીર નાખવી ગોળની કટકી નાખવી 1/2 લીંબુ નાખવું.
- 5
મગને 10 થી 15 મિનિટ સુધી ઉકાળવા દેવા જેથી તે ઘટ્ટ બને અને તેનો સ્વાદ ખુબ જ સરસ આવે તો તૈયાર છે આપણા એકદમ ઈઝી મગ.
- 6
- 7
Thank you 😊
- 8
Similar Recipes
More Recipes
- સોમ તામ (Som tam / Thai green papaya salad recipe in Gujarati)
- બેસન શીંગ નુ શાક પંજાબી સ્ટાઇલ રેસિપી (Besan Shing Shak Punjabi Style Recipe In Gujarati)
- પાચક આંબળા નો મુખવાસ (Pachak Amla Mukhwas Recipe In Gujarati)
- પાણીપુરી ની પૂરી (Panipuri Poori Recipe In Gujarati)
- ડ્રાય મંચુરિયન (Dry Manchurian Recipe In Gujarati)


























ટિપ્પણીઓ