આથેલા વઢવાણી મરચા (Athela Vadhvani Marcha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મરચાને સારી રીતે ભીના કપડાથી લૂછી લેવા પછી તેના બે પીસ કરવા. એક બાઉલમાં મીઠું અને હળદર ભેગા કરી લેવા અને લીંબુનો રસ પણ કાઢી લેવો.
- 2
પછી બીજા એક બાઉલમાં મરચાં નાખવા તેના ઉપર હળદર મીઠું નાખો અને લીંબુનો રસ નાખો તેને બે દિવસ એમને એમ ઢાંકીને રાખો. વચમાં વચમાં હલાવતા રહેવું.
- 3
ત્રીજા દિવસે તેમાંથી મરચાં કાઢી અને ચારણીમાં નાખી દેવા જેથી વધારાનું પાણી નીતરી જાય અને તેને તાપમાં મુકવા અથવા પંખા નીચે ખુલ્લા રાખવા. પછી બીજે દિવસે સરસ્યુ એકદમ ધુમાડા નીકળે તેવું ગરમ કરી લેવું ઠંડું પડે એટલે એ મરચાની અંદર રાયના કુરિયા અને સરસ્યુ નાખીને બરાબર હલાવો. 1/2 કલાક એમને એમ રાખી આથેલા મરચા કાચની બરણીમાં ભરી લેવા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16728548








ટિપ્પણીઓ