પાલક પનીર રોલ વીથ અવધિ ગ્રેવી (Palak Paneer Roll With Avadhi Gravy Recipe In Gujarati)

#LCM2
#Cookpadindia
Cookpadrajkot
પાલક પનીર રોલ વીથ અવધિ ગ્રેવી (Palak Paneer Roll With Avadhi Gravy Recipe In Gujarati)
#LCM2
#Cookpadindia
Cookpadrajkot
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બ્લાન્ચ પાલક ને નેપકીન મા છૂટી પાથરી દો.સ્ટફિંગ ૧ માટે ઘટકો મિક્સરમાં પીસી લો.બહાર કાઢી હાથથી થોડા મસળી લો.કણક તૈયાર કરી લો.
- 2
૨ સ્ટફિંગ ના ઘટકો મા બધા પીસી બહાર કાઢી દૂધ ઉમેરી કણક તૈયાર કરો.
- 3
હવે પાલક ના પાન ને નીચે બતાવ્યા પ્રમાણે પાથરી મીઠું છાટી દો.તેના પર પનીર વાળુ સ્ટફિંગ પાથરો.તેના પર ડ્રાય ફ્રૂટ્સ વાળુ સ્ટફિંગ પાથરો.
- 4
હવે પાલક નો સરખી રીતે રોલ વાળી બેગ મા પેક કરો.પાણી ગરમ મૂકી તેમાં આ બેગ ને ૧૦ મિનિટ ઉકાળી બહાર કાઢી લો.
- 5
હવે પાલક રોલ ને કટ કરી લો.
- 6
અવધિ ગ્રેવી બનાવવા માટે કડાઈમાં બટર,તેલ ગરમ કરી તજપત્તા, ઇલાયચી જીરું ઉમેરો.લસણ,ડુંગળી ફાસ્ટ ગેસ પર સાતળો. હવે ટામેટા ઉમેરી મસાલા કરી પાણી ઉમેરો.૬થી૬ મિનિટ પછી કાજુ, બદામ ની પેસ્ટ ઉમેરો.
- 7
બધુ સરસ ઉકળે એટલે ગેસ બંધ કરી ઠરવા દો.પછી મિક્સી મા પીસી ગાળી લો.હવે ઉકળવા મૂકી માવો ઉમેરો. સહેજ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરો.કસૂરી મેથી ઉમેરો.
- 8
હવે સર્વિંગ બાઉલમાં અવધિ ગ્રેવી મૂકી ઉપરથી પાલક,પનીર રોલ મૂકો.
- 9
તૈયાર છે પાલક,પનીર રોલ વીથ અવધિ ગ્રેવી...
- 10
Similar Recipes
More Recipes
































ટિપ્પણીઓ (4)