ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈમાં મખાના, સાબુદાણા, અને શીંગદાણા ને ધીમા તાપે થોડાં સેકી લો. ઠંડા પડે એટલે મિક્સર જારમાં ક્રશ કરી લો. હવે એક બાઉલ માં કાઢી તેમાં સીંગોડા નો લોટ અને બાફેલા બટાકા ને છૂંદી ને મીઠું અને પાણી થી ભાખરી નો લોટ બાંધી લો
- 2
હવે બાંધેલા લોટ નાં મોટા લૂઆ કરી ને પાટલી પર વણી લો અને તવા પર બંને બાજુ સેકી લો. તૈયાર છે ફરાળી ભાખરી
- 3
શક્કરિયા ની ખીર માટે શક્કરિયા બાફી લો. છાલ કાઢી ને એક કડાઈમાં ઘી ગરમ કરી ને શક્કરિયા ને છૂંદી તેમાં થોડી વાર ફ્રાય કરો. રંગ બદલાઈ એટલે દુધ ઉમેરી તેમાં ખાંડ નાખી ને થોડી વાર ઉકાળો. ઉકળી જાય એટલે બદામ કતરણ અને ઇલાયચી પાઉડર નાખી ને ખીર ઠંડી પડે એટલે સર્વ કરો
- 4
રસાવાળું બટાકા નું શાક માટે એક કડાઈમાં તેલ મૂકી બટાકા ને બધાં મસાલા નાખી ને પાણી જરૂર મુજબ નાખી ને શાક બનાવી લો.
- 5
એક મિક્સર જારમાં માં કોથમીર, લીંબૂ નો રસ, ખાંડ, લીલું મરચું, આદું, કોપરા નું ખમણ, મીઠું સ્વાદાનુસાર નાખી ને ક્રશ કરી ચટણી બનાવી લો
- 6
શક્કરિયા ની સુકી ભાજી માટે બાફેલા શક્કરિયા ને એક કડાઈમાં તેલ મૂકી ને બધાં મસાલા નાખી ને સુકી ભાજી બનાવી લો.
- 7
સાબુદાણા ની ખીચડી બનાવવા માટે સાબુદાણા ને ૫ થી ૬ કલાક પલાળી રાખો. અને બટાકા બાફી ને એક કડાઈમાં તેલ મૂકી જીરું ને આદું મરચાં નાખી બટાકા ફ્રાય કરી તેમાં સાબુદાણા નાખી ને બધાં મસાલા નાખી ને ફરાળી ખીચડી બનાવી લો. તૈયાર છે ફરાળી થાળી સર્વ કરવા માટે
Top Search in
Similar Recipes
More Recipes
- સરસોં દા સાગ (Sarson da saag recipe in Gujarati)
- મક્કે દી રોટી સરસો દા સાગ ટ્રીટ બાઇટ્સ જૈન (Makke Di Roti Saraso Da Sag Treat Bites Jain Recipe In G
- મટર પનીર (Matar paneer recipe in Gujarati)
- ફરાળી ફુલકા રોટી (Farali Fulka Roti Recipe In Gujarati)
- શક્કરિયા બટાકા ની કટલેસ (Shakkariya Bataka Cutlet Recipe In Gujarati)














ટિપ્પણીઓ (3)