રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક દિવસ અગાઉ ચોખા, અડદની દાળ, ચણાદાળ ને ધોઈ સાત કલાક પાણીમાં પલાળી રાખો. હવે બીજા દિવસે તેને મિક્સરમાં ક્રશ કરી લો. તેને 4 થી 5 કલાક રાખો.
- 2
હવે કોબી, ડુંગળી, કેપ્સીકમ લીલાં મરચાં ને ચોપરમા ક્રશ કરી લો.
- 3
આ મિશ્રણ માં ચાટ મસાલો કોથમીર નાખી મિક્સ કરો.
- 4
હવે સેઝવાન સોસ લો.
- 5
હવે એક નોનસ્ટિક તવી પર પહેલાં પાણી અને તેલ છાંટો પછી તેનાં પર કપડું ફેરવી ઢોસાના બેટરમાથી ઢોસો પાથરો. બટર નાખો. ઢોસા પર સેઝવાન સોસ લગાવો પછી તૈયાર કરેલ કોબી કેપ્સીકમ ડુંગળી ના મિશ્રણ ને સરખી રીતે પાથરો. તેનાં પર ચાટ મસાલો છાંટો.
- 6
હવે ઢોસો ક્રિસ્પી થાય પછી તેમાં ચીઝ ખમણીને નાખો. તેનો રોલ વાળો.
- 7
હવે ઢોસાનો રોલ વાળો.
- 8
હવે આ રોલમાથી પીસ કરી તેનાં પર ચીઝ છીણી સેઝવાન સોસ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16879716










ટિપ્પણીઓ