કાજુ કરી
તાજુ કરી સબ્જી એ ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે
રાંધવાની સૂચનાઓ
- 1
કાજુ કરી બનાવવા માટે ડુંગળીને સ્લાઈસ કરવી હવે એક પેનમાં 1 ચમચીતેલ લઈને ડુંગરીને સાંતળી લેવી પછી તેમાં કટ કરેલા ટામેટા એડ કરવા ટામેટા અને ડુંગળી બંનેને સાંતળી લેવા તેમાં લાલ મરચું પાઉડર/ ધાણાજીર પાઉડર / હળદર /કિચન કિંગ મસાલો/ અને ગરમ મસાલો સ્વાદ અનુસાર મીઠું અને ખાંડ નાખવી જો તમે ખાંડ ન ખાતા હોય તો ખાંડને અવોઇડ કરી સાંતળેલા ટામેટા અને ડુંગળી ઠંડા પડે પછી તેની એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી મિક્સચરમાં કાજુના બે ભાગ કરવા એક ભાગને પાણીમાં પલાળવું કાજુની પણ એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી બીજા કાજુને આખા રહેવા દેવા
- 2
હવે એક પેનમાં બટર અને તેલ ગરમ કરો પછી તેમાં ટામેટા ડુંગળી અને મસાલા બનાવેલી પેસ્ટ એડ કરવી અને એક થી બે મિનિટ સાંતળી લેવી એમાં મોરો માવો છીણીને એડ કરવો માવો નાખવાથી ખૂબ જ સરસ અને ટેસ્ટી સબ્જી બને છે
- 3
પેસ્ટ બરાબર સંતળાઈ જાય પછી કાજુની પેસ્ટ એડ કરવી બધું મિક્સ કરી એક મિનિટ માટે રહેવા દો
- 4
ઉપરથી કાજુના ટુકડા એડ કરવા હવે આ કાજુ કરી જમવા માટે તૈયાર છે તેની ઉપર કાજુ અને લીલા ધાણા નાખી રોટલી પરાઠા કે નાન સાથે ગરમાગરમ સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes















ટિપ્પણીઓ