પાણીપુરીની પૂરી (ઘઉંના લોટની)

આપણા ગુજરાતીઓમાં ભાગ્યે જ કોઈ એવું હશે કે જેને પાણીપુરી ના ભાવતી હોય.
મને તો બહુ જ ભાવે છે😋😋😋 અમારા ઘરે હું પાણી તથા ચણા-બટાકા વધારે બનાવડાવું. કારણકે બીજા દિવસે સાંજે પણ પાણીપુરી ખાઉં ત્યારે મને સંતોષ થાય🥰🥰🥰
ઘરે જાતે પૂરી બનાવો એમાં સહેજ મહેનત લાગે, પણ ઘરે બનાવીને ખાવાનો આનંદ અનેકઘણો વધી જાય છે.
ખાસ કરીને કોઈ પૂછે કે….સાચે જ ઘરે બનાવી છે?😮😮
તમે પણ મારી જેમ આનંદ માણી શકો એ માટે અહીં રેસીપી મુકુ છું. બધુ ધ્યાનથી વાંચી અનુસરસો તો તમારી પૂરી મારા કરતા પણ વધારે ક્રીસ્પી અને પર્ફેક્ટ બનશે👍👍👍👍🥰🥰
આ રેસીપી લખવા મને પ્રેરિત કરવા માટે Dollce Vaishali Pandyaji નો દિલથી ખાસ આભાર માનું છું.🙏🥰🥰

રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટા વાસણમાં ઘઉંનો લોટ, રવો તથા પાપડખારો લઈ સરસ રીતે મીક્ષ કરવું. પછી થોડું-થોડું પાણી લઈ લોટ બાંધવો. (નોંધ:- એકાદ ટે.સ્પૂન પાણી વધઘટ થઈ શકે)
- 2
લોટ ભાખરીના લોટ જેવો બાંધવો. (સહેજ કઠણ હશે તો ચાલશે) પછી કપડાંને ભીનું કરી એકદમ નીચોવી લોટને ઢાંકી ૧ કલાક આરામ આપવો.
- 3
ત્યારબાદ લોટને ૩-૪ મીનીટ મસળી લેવો. પછી લોટના ૩ કે ૪ મોટા લુવા કરી લેવા. પછી એક લુવું લઈ પાતળો રોટલો વણી લેવો. પછી ગોળ કૂકી કટરથી અથવા કોઈ નાના ઢાંકણાંથી પૂરી કટ કરવી. આ રીતે બધા લુવાની પુરીઓ કરી લેવી. (નોંધ:- પૂરી પાતળી વણાવી જોઈએ)
- 4
એક પ્લાસ્ટિક પાથરી દરેક પુરીને તેના પર ગોઠવવી. અને ભીના કપડાંને એકદમ નિચોવી પછી તેનાથી બધી પુરીને ઢાંકીને ૧૫ મીનીટ આરામ આપવો.
- 5
હાઈ ફ્લેમ પર ગેસ ચાલુ કરી, તેલ એકદમ ગરમ થાય એટલે પુરીને તળવી.
- પ્લાસ્ટિક પર જે રીતે પૂરી હોય તે જ સ્થિતિમાં પુરીને તળવા મુકવી.
- તેલમાં નાંખ્યા પછી પૂરી ઉપર આવવા જાય તે વખતે ઝારાથી હલકા હાથે દબાવવી.
- પુરીને ફેરવીને બંન્ને બાજુ તળવી.
- પૂરી સહેજ બ્રાઉન (ગોલ્ડન) થાય ત્યાં સુધી તળવી. - 6
પુરીને ૧ કલાક ખુલ્લી રાખી પછી એરટાઈટ કન્ટેનરમાં ભરી લેવી.
લાગે છે ને કે બહારથી લાવ્યા હોઈએ🥰🥰🥰
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (5)