મેથી-બાજરીના ઢેબરા

મારી ચા સાથેની પસંદગીની વાનગીઓમાંથી એક છે આ મેથી-બાજરીના ઢેબરા😋😋😋😋
એકદમ હેલ્ધી અને સ્વાદિષ્ટ, પાર્ટી હોય કે પીકનીક બધી જગ્યાએ ચાલે. બહારગામ અઠવાડિયું રાખીશકો🥰🥰🥰
મેથી-બાજરીના ઢેબરા
મારી ચા સાથેની પસંદગીની વાનગીઓમાંથી એક છે આ મેથી-બાજરીના ઢેબરા😋😋😋😋
એકદમ હેલ્ધી અને સ્વાદિષ્ટ, પાર્ટી હોય કે પીકનીક બધી જગ્યાએ ચાલે. બહારગામ અઠવાડિયું રાખીશકો🥰🥰🥰
રાંધવાની સૂચનાઓ
- 1
મોટી કથરોટમાં બન્ને લોટ લઈ તેમાં હળદર, હિંગ, લાલ મરચું, ધાણાજીરૂ પાઉડર તથા અજમો ઉમેરવા. (અજમાને હાથથી થોડો મસળીને ઉમેરવો.)
- 2
હવે તેમાં ખાંડ, તલ અને મીઠું ઉમેરવા.
- 3
ત્યારબાદ બધુ સરસ રીતે ભેળવી લેવું. હવે તેમાં તેલ નાંખી લોટને સરસ રીતે મસળી લેવો. લીલું મરચું ઉમેરવા.
- 4
કોથમીર, મેથીનો મસાલો અને મેથીની ભાજી ઉમેરવી.
- 5
બધુ સરસ રીતે ભેળવી દહીંથી લોટ બાંધવો. (લોટ વધારે કઠ્ઠણ કે વધારે ઢીલો ના હોવો જોઈએ.
- 6
થોડું તેલ લઈ લોટને લગાવી લેવો. હવે તેમાંથી લુવા બનાવી લેવા. ગેસ પર મધ્યમ આંચ પર ગેસ ચાલુ કરી તવી મુકી દેવી. એક લુવું લઈ તેને લોટમાં ફેરવી વણી લેવું.
- 7
ગરમ થયેલ તવી પર સહેજ તેલ લગાવી વણેલા થેપલાને મુકવું. થોડું શેકાય એટલે ફેરવી ફરી થોડું તેલ નાંખી શેકવું. થોડું ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેને ડીશમાં લઈ લેવું આ રીતે બધા થેપલા કરી લેવા.
- 8
થેપલા વધારે સ્વાદિષ્ટ અને એક સરખા આકર્ષક બનાવવા માટે થેપલાનું લુવું થોડું વણી પછી તેના પર તલ પાથરી, તેને સહેજ વણી લેવું. અને ઢાંકણાંથી કાપી લેવું. (આમ કરવાથી બધા ઢેબરા એક સરખા દેખાશે) પછી થેપલાને શેકી લેવું.
- 9
આપણા હેલ્ધી, સ્વાદિષ્ટ અને દેખાવે આકર્ષક ઢેબરા તૈયાર છે.😋😋😋👌👌👌🥰🥰
તમે તેને ચા સાથે, અથાણા, દહીં કે ટામેટા સોસ સાથે ખાઈ શકો છો.
Similar Recipes
More Recipes






























ટિપ્પણીઓ (8)