દૂધી નુ લોટવાળું શાક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા દૂધીને છોલીને ઝીણી ઝીણી સમારી લેવી ત્યાર પછી સમારેલી દૂધીમા લીલા મરચાની પેસ્ટ નાખી ઘઉંનો લોટ ઉમેરી બરાબર મિક્સ કરી લેવું,
- 2
હવે તેમાં લાલ મરચું પાઉડર, હળદર પાઉડર, ધાણાજીરું પાઉડર, મીઠું અને થોડીક ખાંડ ઉમેરી મિક્સ કરી હવે તેમાં થોડું તેલનું મોણ પાડો ને મિક્સ કરી લો,
- 3
એક પેન લઈને તેમાં તેલ મૂકવું અને આપણે તૈયાર દૂધી સાથે એનો મસાલો બધો અંદર ઉમેરી દેવો અને હલાવી લેવું હવે ડીશ ઢાંકીને ૧૦ મિનિટ ધીમા ગેસે શાકને વચ્ચે વચ્ચે હલાવતા રહીને થવા દેવું,
- 4
શાક છૂટું પડે એટલે ગેસ બંધ કરી ગરમાગરમ રોટલી કે ભાખરી સાથે સર્વ કરો આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો તૈયાર છે દૂધીનું લોટવાળું શાક સર્વ કરવા માટે.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16913201
















ટિપ્પણીઓ