ક્રન્ચી બિસ્કિટ ભાખરી

ઘણા લોકો ખાવાના શોખીન હોય પણ સાથે સાથે તંદુરસ્તી પ્રત્યે સભાન હોય અંથવા બેકરી આઈટમ કે જંકફુડથી દૂર ભાગતા હોય છે. આવા લોકો માટે પાર્ટી સ્નેક તરીકે બેસ્ટ વિકલ્પ છે “બિસ્કિટ ભાખરી”
ચા સાથે ગમે તે સમયે મસ્ત જ છે👌👌☺️
પણ પાર્ટી સ્નેક તરીકે પણ જોરદાર છે.
જેમ કે….ક્રન્ચી પીઝા, ક્રન્ચ વીથ ડીપ ( ક્રીમ ચીઝ, સાલસા સોસ, માયોનીઝ વગેરે😋😋😋😋😋
આ ભાખરી બહારગામ લઈ જવી હોય તો ૭ થી ૧૦ દિવસ ચાલે છે.🥰🥰🥰

રાંધવાની સૂચનાઓ
- 1
એક કથરોટમાં લોટ, મલાઈ, તેલ, જીરૂ અને મીઠું લેવા.
- 2
બધુ ભેગું કરી મસળી લેવું. હવે તેમાં થોડું થોડું પાણી લેતા જવું અને લોટ બાંધવો. લોટ થોડો કઠણ બાંધવો.
- 3
હવે લોટના એકસરખા લુવા બનાવી, એક એક લુવો લઈ ભાખરી વણવી. (નોંધ: ભાખરી મીડીયમ જાડી વણવી) એકસરખી બતાવવી હોય તો ડબ્બાનું ઢાંકણું લઈ ગોળ બનાવી લેવી.
- 4
હવે ભાખરી પર ચપ્પાથી કાપા પાડવા. (જેથી ભાખરી ફુલે નહિ. હવે ધીમી આંચ પર ગેસ ચાલુ કરી, તેના પર લોઢી મુકવી. ગરમ થાય એટલે એના પર સહેજ તેલ લગાવી વણેલી ભાખરી મુકવી. ( તમે એકસાથે ૨-૩ મુકી શકો)
- 5
સહેજ શેકાય એટલે ફેરવી દેવી. ભાખરીની ફરતે લોઢી પર સહેજ તેલ ફેરવી, લાકડાના ડટ્ટાની મદદથી સહેજ સહેજ દબાવતા જવું. (ખાસ નોંધ: વારંવાર ઝડપથી ફેરવતા જવું અને ડટ્ટાથી દાબતા જવું. જેથી ભાખરી બળી ના જાય)
- 6
ભાખરી થોડી ગોલ્ડન બ્રાઉન થાય, બરાબર શેકાઈ જાય એટલે લઈ લેવી.
- 7
આપણી સરસ મજાની બિસ્કિટ ભાખરી તૈયાર છે. તમે પાર્ટીમાં ચા સાથે સર્વ કરો તો મજા પડી જાય🥰🥰🥰🥰
- તમે આ ભાખરીનો ક્રન્ચી પીઝા બનાવીને પણ પાર્ટીમાં સર્વ કરી શકો છો.
- તમે પીઝા કટરથી કાપી, જુદા જુદા ડીપ (માયોનીઝ, ક્રીમ ચીઝ, સાલસા સોસ વગેરે) સાથે પાર્ટીમાં સર્વ કરો તો લોકોને જલસા પડી જાય.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (8)