રાંધવાની સૂચનાઓ
- 1
ઠંડાઈ માં હંમેશા ફુલ ફેટવાળું દૂધ જ યુઝ કરો. આ દૂધને મીડીયમ ગેસ પર ગરમ કરશો તો ઠંડાઈનો ખૂબ જ વિશેષ ટેસ્ટ આવશે.
- 2
હવે એક જાડા તળિયાવાળી તપેલી અથવા તો પેનમાં દૂધ ગરમ કરવા મૂકી દો. દૂધ જ્યારે ઉકળવા આવે ત્યારે ખાંડ તેમજ કેસર ઉમેરો. ત્યાર પછી 4-5 મિનિટ દૂધ ઉકળવા દો.
- 3
ઠંડાઈ માટે સુકામેવાની પેસ્ટ બનાવવા માટે કાજુ પિસ્તા બદામ વરીયાળી મગજતરીના બી અને ખસખસ ને એક સાથે પીસી લો તેમા જરૂર પડે તો પેસ્ટ બનાવવા માટે થોડું દૂધ પણ ઉમેરી શકો છો.
- 4
એલચી, ગુલાબની પાખડી, તજ અને મરીને પીસીને તેનો પાવડર બનાવી લો.
- 5
દૂધ ઉકળી જાય એટલે તેમાં સુકામેવાની પેસ્ટને ઉમેરી દો અને પાંચ મિનિટ સુધી ધીમા ગેસ પર ઉકળવા દો વચ્ચે વચ્ચે તેમને હલાવતા રહો જેથી તે ચોંટે નહીં ત્યારબાદ તેમાં મસાલા પાવડર ઉમેરી ઠંડુ થવા દો.
- 6
તો તૈયાર છે ઠંડાઈ સર્વ કરવા માટે એક ગ્લાસ માં ઠંડાઈ ઉમેરો ગાર્નિશિંગ માટે ગુલાબની પાંખડી અને મસાલો ઉમેરી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes





ટિપ્પણીઓ