રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કોબીજ, ટામેટા, લીલા મરચાં અને કોથમીરને સમારી લેવા. પછી મીડીયમ આંચ પર ગેસ ચાલુ કરી તેના પર એક તાવડીમાં તેલ મુકવું. તેલ થોડું ગરમ થાય એટલે તેમાં રાઈ અને હળદર, ઉમેરવા. સહેજ તતડે એટલે તેમાં સમારેલ કોબીજ, ટામેટા મરચા અને કોથમીર ઉમેરવા.
- 2
હવે તેને સરસ રીતે હલાવી પછી તેમાં મીઠું ઉમેરી હલાવી લેવું. પછી ૫-૭ મીનીટ ચડાવવું. (વચ્ચે વચ્ચે હલાવતા રહેવું). છેલ્લે તેમાં લીંબુનો રસ ઉમેરી સરસ રીતે હલાવી લેવું અને ગેસ બંધ કરી દેવો.
(નોંધ :- કોબીજ થોડી કાચી- થોડી ચડેલી રહે તેવી થવી જોઈએ.) - 3
આપણો સરસ મજાનો સ્વાદિષ્ટ કોબીજનો સંભારો તૈયાર છે.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16965670













ટિપ્પણીઓ (2)