ઈંડા વગર ની ચોકલેટ કપ કેક
ખુબજ નરમ ને ભીનાસવાળી સ્વાદિષ્ટ કપ કેક
રાંધવાની સૂચનાઓ
- 1
૧૮૦ ના તાપમાને ઓવન ને ૧૫ મિનિટ ગરમ કરી લો
- 2
સિલીકોન ના મોલ્ડ ને તૈયાર રાખો.
- 3
એક મોટા વાસણ માં લોટ ને કોકો પાવડર ને ચાળી લો.તેમાં ખાંડ, બેકિંગ સોડા, મીઠું, કોફી પાવડર ઉમેરી ને ભેળવી લો.
- 4
મેપ ના કપ માં ૧ કપ દૂધ ને ૧ ચમચો સરકો ઉમેરો. ૫ મિનિટ પછી તેમાં તેલ ને વેનીલા અર્ક દૂધ-સરકા ના મિશ્રણ માં ઉમેરો. હલાવી ને ભેળવી લો.
- 5
આ પાતળા મિશ્રણ ને સૂકા મિશ્રણ માં રેડી ને ભેળવી લો.
- 6
જરૂર જેલુંજ હલાવો. ૨ ચમચા પાણી ઉમેરો, કેક નું ખીરું જાડું હોઈ તો થોડું પાતળું કરવા.
- 7
ક્યુપકૅક ના મોલ્ડ ને તૈયાર કરેલા ખીરા ને અડધા ભરી લો.૧૫ મિનિટ માટે ૩૫૦ ના તાપમાને ઓવન માં બેક કરી લો. વચ્ચે સળી નાખી ને ચકાસી લેવું. ચોખ્ખી બહાર આવે તો કપ કેક થઇ ગયી છે. ઠંડા થઇ જાય એટલે તેને મોલ્ડ માં થી કાઢી ને પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7145131








ટિપ્પણીઓ