ચકરી

ચકરી ભારત નો એક ચટપટો અલ્પાહાર છે.જેના થી તમારા તહેવાર ખાસ બની જશે. દરેક પાર્ટી કે તહેવાર માં તમારા હાથે બનાવી સકો છો.
ચકરી
ચકરી ભારત નો એક ચટપટો અલ્પાહાર છે.જેના થી તમારા તહેવાર ખાસ બની જશે. દરેક પાર્ટી કે તહેવાર માં તમારા હાથે બનાવી સકો છો.
રાંધવાની સૂચનાઓ
- 1
એક ઊંડા વાસણ માં ચોખા નો લોટ લો.હવે એક નાની કઢાઈ લો અને એમાં પાણી ગરમ કરો. હવે એમાં મીઠું, જીરું, મરચા ની પેસ્ટ અને બટર નાખો. હવે પાણી ને સારી રીતે ઉકળવા દો. હવે એ ગરમ પાણી ને ચોખા ના લોટ ઉપર નાખો અને ચમચી ની મદદ થી મિક્સ કરો. હવે 20 મિનિટ સુધી મિશ્રણ ને ઢાંકી ને રહેવા દો.જ્યારે મિશ્રણ ઠંડુ થઈ જાય તો એને ગૂંથી લો.
- 2
હવે ચકરી ના મશીન એ તેલ થઈ ગ્રીસ કરો. એમાં મિશ્રણ ભરો અને કઢાઈ માં તળવા માટે જરૂર પડતું તેલ નાખી ને ઊંડાણ પૂર્વક તળો. ધ્યાન રાખજો ગેસ વધુ ન હોય અને ન ઓછો હોવો જોઈએ.
- 3
હવે એક નાનો પ્લાસ્ટિક પેપર લો. પેપર ઉપર ચકરી મશીન દબાવો. દબાવી દબાવી મશીન ને ધીરે હાથે ઘુમાવતા રહો અને જ્યારે તમને એક ગોળાકાર આકાર મળી જાય ત્યારે મશીન ને દબાવવા નું બંધ કરી દો.
હવે ચકરી ને ધીરે હાથે ઉઠાવી ને ગરમ તેલ ની કઢાઈ માં નાખો અને ઊંડું સોનેરી થવા સુધી તળતા રહો.
Keywords
Similar Recipes
More Recipes



ટિપ્પણીઓ