ઇડલી ઢોકળા
ઇડલી ઢોકળા એક સીમ્પલ અને ટેસ્ટી બ્રેક ફાસ્ટ ડીસ છેં.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં ચણાની દાળ અને ચોખાને છ કલાક પલાળી લો.પછી તેમાં દહીં નાખી મીકસર મા પીસી લો.પછી પાંચ કલાક માટે આથા માટે રહેવા દેવું.
- 2
પછી બરાબર હલાવી મીઠું સ્વાદ અનુસાર નાખી દો.ઇડલી ના સ્ટેન્ડ મા તેલ લગાવીને સ્ટીંમ ઉપર મૂકી દો.હવે ખીરા મા ઇનો નાખી બરાબર મીકસ કરી ને ઇડલી સ્ટેન્ડ માં ખીરું ભરી દો.
- 3
હવે આ ઇડલી ઢોકળા ને દસ મીનીટ ચડવા દો.બરાબર ચડી જાય અને ઠંડા થાય એટલે ઇડલી મોલ્ડ માંથી કાઢી લો.
- 4
હવે તેલ ગરમ કરી તેમાં રાઇ અને હીઞ અને તલ નાખી લીલા મરચાં કાપેલા તેમજ લીલું નાળિયેર ખમણેલું નાખી નીચે ઉતારી લો. હવે ઇડલી ઢોકળા ઉપર કોથમીર સમારેલી અને વધાર છાંટી દો.હવે તૈયાર ઇડલી ઢોકળા ગરમાગરમ ચા સાથે સર્વ કરો. તળેલા મરચાં અને લીલી ચટણી સાથે પણ સર્વ કરી શકો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/8038100





ટિપ્પણીઓ