રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક નોન સ્ટિક કડાઈમાં બટર ગરમ કરી તેમાં દુધ અને મલાઈ નાખી બરાબર હલાવી તેમાં દુધનો પાવડર નાખી સતત હલાવતા રહેવુ. માવા જેવુ જાડુ બને ત્યાં સુધી ગરમ કરવુ. 2થી 3 મીનીટ માં બની જશે.
- 2
મે ટુટીફુ્ટી બે્ડ લીધી છે સાદી પણ લઈ શકાય. હવે બે્ડને થોડી થોડી વેલણ થી વણી લેવી. મીડીયમ સાઈઝ રાખવાની. પતલી ના વણાય એનુ ધ્યાન રાખવુ. હવે તેના પર તૈયાર કરેલો માવો લગાવો અને તેના પર બદામની કતરણ મુકવી અને બે્ડના ટાઈટ રોલ વાળી સવિૅગ પ્લેટમાં મુકો.
- 3
એક કડાઈમાં 1 કપ દુધ અને 1/2 કપ મલાઈ ગરમ કરો 2 મીનીટ પછી ખાંડ નાખી બીજી 2 થી 3 મીનીટ ગરમ કરવું દુધ થીક થાય એટલે તેમાં એલચી નો ભુકો નાખી 2 -3 સેકન્ડ હલાવી ગેસ બંધ કરી દેવાનો. મે એલચીને અધકચરી રાખી છે. હવે પ્લેટમાં મુકેલા બે્ડ રોલ પર ગરમ ગરમ દુધ નાખી ઊપર કેસર વાળુ દુધ નાખવુ. તો તૈયાર છે ઝટપટ બનતી મીઠાઈ બે્ડ મલાઈ રોલ.
Similar Recipes
More Recipes










ટિપ્પણીઓ