#30મિનિટ સોયાબીનની વડીનું શાક…

સોયા ચંક્સ કે સોયાબીનની વડીનું શાક ખૂબ સ્વાદિષ્ટ હોય છે. તેનું રસાવાળું શાક રોટલી કે ભાત સાથે ખાવાની ખૂબ મજા આવે છે. સાથે જ તે પૌષ્ટિક ગુણોથી ભરપૂર હોય છે બાળકો માટે તેમજ વેજ ખાવા વાળા માટે ભરપૂર પ્રમાણ માં પ્રોટીન સોયાબીન માંથી મળી રહે છે
#30મિનિટ સોયાબીનની વડીનું શાક…
સોયા ચંક્સ કે સોયાબીનની વડીનું શાક ખૂબ સ્વાદિષ્ટ હોય છે. તેનું રસાવાળું શાક રોટલી કે ભાત સાથે ખાવાની ખૂબ મજા આવે છે. સાથે જ તે પૌષ્ટિક ગુણોથી ભરપૂર હોય છે બાળકો માટે તેમજ વેજ ખાવા વાળા માટે ભરપૂર પ્રમાણ માં પ્રોટીન સોયાબીન માંથી મળી રહે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણમાં પાણી ને 4-5 મિનિટ સુધી ગરમ કરવા માટે રાખો.
જ્યારે પાણી ગરમ થઇ જાય થો તેમા સોયાબીનની વડી ઉમેરી તેને 10 મિનિટ રાખી મૂકો. તે બાદ તેને નીકાળીને નીચવી છે
- 2
હવે કઢાઇમાં તેલ ઉમેરો અને તેમા જીરૂ, અને કઢી પત્તા લીલા મરચાં ઉમેરીને સાંતળી લો. હવે ડુંગળી ઉમેરી આછા બ્રાઉન રંગની થાય એટલે તેમા આદુ - લસણની પેસ્ટ ઉમેરી લો.
- 3
હવે તે બાદ તેમા ટામેટા ઉમેરી લો. ટામેટા ગળી જાય એટલે તેમા ગરમ મસાલો, લાલ મરચું, હળદર, મીઠું ઉમેરી લો. તેમા તેલ છુટુ પડે ત્યાં સુધી સાંતળી લો. હવે સોયાબીનની વડી ઉમેરી લો.
- 4
તેને બરાબર મિક્સ કરી લો. હવે એક કપ પાણી ઉમેરી લોે અને 4-5 મિનિટ સુધી ઢાંકીને રાખો. 5 મિનિટ પછી ગેસ બન્ધ કરી તેને કોથમીરથી ગાર્નિશ કરો.ગરમ ગરમ રોટલી કે પરોઠા કે ભાત સાથે સર્વ કરો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સોયા ચાપ મસાલા (Soya Chaap Masala Recipe In Gujarati)
#GA4#week1#સપ્ટેમ્બરસોયાબીન અને સોયાબીન વડી માંથી બંને છે.આ સબ્જી પંજાબી સ્ટાઈલ થી બનાવામાં આવે છે. ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે.ખૂબ જ હેલ્ધી રહે છે.😋 Nirali Prajapati -
સોયાબીન વડીની સબ્જી (Soyabean Vadi Sabji Recipe In Gujarati)
# Soya Badi સોયાબીન એવી વસ્તુ છે જેમાંથી સારું એવું પ્રોટીન મળી રહે છે જે લોકો વેજિટેરિયન છે એ લોકો માટે ખૂબ જ સારું છે એટલા માટે હું આજે સોયા વડી ની સબ્જી બનાવી છે Vaishali Prajapati -
પનીર સોયા કબાબ (Paneer Soya Kebab Recipe In Gujarati)
#RC2Whiteઆ કબાબ પ્રોટીનથી ભરપૂર છે ... આ કબાબમાં મે સોયાવડી અને પનીરનો ઉપયોગ કરી કબાબ બનાવેલા છે સોયા વડી જનરલ બધાને ભાવતી નથી પણ તેના હેલ્થ બેનીફીટ્સ ખૂબ છે એટલે આ રીતની વાનગીમાં તેનો ઉપયોગ કરી આપણે તેના ફાયદા મેળવી શકીએ છીએ Hetal Chirag Buch -
ભરેલા રીંગણ બટાકા નુ શાક
#શાક અને કરીસ.... શાક વગર જમવાનું શરૂ જ નાથાય , શાક ભલે સુકા હોય કે રસા વાળા,પણ શાક જમવાનું મજેદાર બનાવે છે.આં રીંગણા બટાકા નુ શાક રોટલા કે રોટલી સાથે જમી શકાય છે. Varsha Karia I M Crazy About Cooking -
સોયા પુલાવ
#ડીનરસોયા બીન ની વડી નો ઉપયોગ કરીને બનાવેલ આ પુલાવ એક વન પોટ મિલ કહી શકો. સોયા વડી માં નુટ્રીશનલ વેલ્યુ સારી હોય છે. તેની સાથે અન્ય શાક ભાજી નો ઉપયોગ કરીને પુલાવ બનાવ્યો છે. Bijal Thaker -
સોયાબીન ની દાળ
#૨૦૧૯મિત્રો જ્યારે શરીરમાં પ્રોટીનની કમી હોય છે ત્યારે ડોક્ટર પ્રોટીનના ઇન્જેક્શન લેવા માટેની સલાહ આપે છે જે લોકો પ્યોર વેજિટેરિયન છે તેમને માટે સોયાબીન ભરપુર પ્રોટીન થી ભરેલું છે તે સિવાય સોયાબીનમાંથી વિટામીન સી પણ ભરપૂર પ્રમાણમાં મળી રહે છે સોયાબીન હેલ્થ માટે ખૂબ જ સારું છે તો ચાલો મિત્રો આજે એકદમ હેલ્દી સોયાબીન ની દાળ બનાવતા શીખીએ Khushi Trivedi -
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#PGલસણીયા બટાકા કાઠીયાવાડી ભોજન માં ખૂબ જ જાણીતા છે બટાકાનું ભરેલું શાક દરેક વ્યક્તિ ને ભાવે છે પછી કે રસાવાળું શાક હોય ગ્રેવીવાળું શાક હોય લસણ વાળું હોય કે ટામેટાં હોય આજે મેં લસણનો લસણ સાથે બટાકાનુ શાક બનાવવાનો પ્રયત્ન કર્યો છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
બટાકા, સોયાબીન વડી નું શાક
#કૂકર હવે તપેલી માં બનતી બધી વાનગી કૂકર માં ફટાફટ બની જાય છે ને સ્વાદિષ્ટ રસોઈ બને છે. ને કૂકર માંથી બનતી વાનગી સરસ લાગે છે ને" બટાકા,સોયાબીન વડી નું શાક " તમે પણ એકવાર જરૂર થી કૂકર માં બનાવો અને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
સૉયાબીન વડીનુ શાક (soyabin vadi nu saak recipe in Gujarati)
#સોયાબીન એટલે પોટીનો ભંડાર .તેમા અનેક ગુણો છે કૅલ્શિયમ મેગનેશિયમ,કાબૉહાઇડેટસ વીટામીન રહેલાછે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
સોયા ચંક સબ્જી (Soya Chunk Sabji Recipe In Gujarati)
આ ચંક એટલે સોયા વડી જે ભરપૂર પ્રોટીન વાળી છે જેને કોઈ પણ રીતે ટેસ્ટી બનાવી ને ખાવી જોઈએ.તો આ અમાનું એક રીત( રેસિપી) છે. Deepika Yash Antani -
આલુ મટર સબ્જી અને લછ્છા પરાઠા (Aloo Matar Sabji Laccha Paratha Recipe In Gujarati)
#Famમારી આ રેસિપિ આમ તો બધાની જ ઘરે બનતી જ હશે અને બધાને ભાવતી પણ હશે... એ છે વટાણા બટાકાનું શાક.. એ શાક રસાવાળું પણ બને અને સૂકું પણ બને... એ બન્ને શાક નાના હોય કે મોટા બધાને જ ભાવે....અમારા ઘરે પણ સાંજે જમવામાં વટાણા બટાકાનું રસાવાળું શાક બનતું જેમાં ગળપણ અને ખટાશ બન્ને હોય... એનો રસો જાડો હોય છે એટલે ભાખરી સાથે ખાઈ શકાય છે... અને સૂકું શાક સવારે બનતું રોટલી સાથે અને દાળ ભાત સાથે પણ ખવાય...આજે એ જ રેસિપિ મેં ગ્રેવી વાળી અને પંજાબી તડકો લગાવીને બનાવી એટલે dinner માં પરાઠા છે કે તંદુરી રોટી છે કે લચ્છા પરાઠા છે કોઈ પણ સાથે ખાઈ શકાય...મને આશા છે કે તમને આ રેસિપિ ગમશે. Khyati's Kitchen -
મસૂરની દાળ નું શાક (masoor dal sabji recipe in gujarati)
#ફટાફટમસૂર એ લાલ લીલા તેમજ કાળા એમ ત્રણ પ્રકારના મળે છે. લીલાં મસૂર એ તો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. મસૂર માં ભરપૂર માત્રામાં પ્રોટીન તેમજ લોહતત્વ હોય છે. શાકાહારી લોકો માટે મસૂર એ શરીરમાં જરૂરી લોહતત્વ માટે સારો વિકલ્પ છે. અહીં લાલ મસૂરની દાળ માંથી સ્વાદિષ્ટ શાક બનાવવામાં આવેલ છે. જ્યારે ઘરમાં કોઈ શાક ન હોય ત્યારે આ શાક કૂકરમાં ઝડપથી બની જાય છે. Dolly Porecha -
ગલકા નુ શાક (Galka Shak Recipe In Gujarati)
નાના-મોટા સૌને ખૂબ ભાવે છે પૌષ્ટિક હોય છે himanshukiran joshi -
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5#cookpadindia#cookpadgujaratiલીલા ચણા માં વિટામિન, મિનરલ્સ અને ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે. તેમજ તેનું શાક પણ બહુ જ સ્વાદિષ્ટ બને છે. Ranjan Kacha -
-
સોયા બીન સબ્જી (Soya Bean Sabji Recipe In Gujarati)
સોયાબીનમાં ઘણા બધા પોષકતત્વો રહેલા છે. આ રીતે એનુ શાક બનાવીયે તો જેને સોયાબીન નહી ભાવતા હોય એ પણ ખાઇ લેશે.તો ચાલો બનાવીયે સોયાબીન સબ્જી. Tejal Vaidya -
-
હરિયાલી સોયા ચન્ક્સ ટીકા
સોયાબીન માં ૧૦૦ ગ્રામમાં ૫૦ ગ્રામ પ્રોટીન હોય છે અને દહીં ગરમીમાં ઠંડક આપે છે અને પાચન માટે ફાયદાકારક તેમજ કેલ્સિયમ માટે અને એમ્યુનીટી વધારવા મદદ કરે છે. ટીકાની જેમ ખાવાથી ખુબજ સ્વાદિષ્ટ લાગેછે. #foodie Saloni & Hemil -
ફ્રેન્ચ બીન્સ સોયાબીન પુલાવ (French Beans Soyabean Pulao Recipe in Gujarati)
#GA4#week18**આજે બધા માટે ફણસી ,સોયાબીન chunks બધા શાક ઉમેરી પુલાવ બનાવ્યો છે. Mrs Viraj Prashant Vasavada -
અંકુરિત મસાલા મગ(Sprouted Masala Mag Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું અંકુરિત મસાલા મગ નું શાક જે ખૂબ જ હેલ્ધી અને પ્રોટીન તથા કાર્બોહાઈડ્રેટ થી ભરપૂર હોય છે. આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ શાક ને રોટલી, થેપલા, પરાઠા સાથે આપણે ખાઈ શકીએ છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ. Nayana Pandya -
તુવેર દાણા રીંગણ નું શાક
થોડા રસા વાળા આ શાક સાથે રોટલી અને ભાત હોય તો બીજું કાઈ ના જોઈએ.. Sangita Vyas -
-
કારેલા ડુંગળીનું શાક (Karela Onion Shak Recipe in Gujarati)
#EBWeek 6 ⛈️ આવ રે ⛈️વરસાદ⛈️ 🌧️ધેબરિયો 🌧️પરસાદ🌧️ ☂️ ઉની ઉની રોટલી ☂️ ❄️ કારેલા નું શાક ❄️આ ગીત કોણ કોણ ગાતું . કારેલા નું નામ આવે છે.એટલે નાનાં બાળકો તેનું શાક ખાવાની ના પાડે છે.મેં આજે કારેલા ની સાથે ડુંગડી, ટામેટા, લસણ મરચાં ની પેસ્ટ ,લીબુ, ખાંડ નાખી તેમાં થોડો ગરમ મસાલો નાખી શાક બનાવીયું છે. જે ખાવા માં સ્વાદિષ્ટ લાગે છે. જેને મે રોટલી સાથે સર્વ કરેલું છે. Archana Parmar -
સોયા વડી કટલેટ (Soya Chunk Cutlet Recipe In Gujarati)
પ્રોટીનથી ભરપૂર અને ખાવામાં ટેસ્ટી સોયા વડી કટલેટ. Dr. Pushpa Dixit -
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
#AM3ભીંડા નું શાક બનાવવા માટે ભીંડા,કેપ્સીકમ ,ટામેટા અને ડુંગળી નો ઉપયોગ કરેલો છે. આ શાક દાળ-ભાત અથવા તો રોટલી કે પરાઠા સાથે સરસ લાગે છે. Priti Shah -
-
પાલક સ્ટફ ચીલા(Palak stuff Chilla recipe in Gujarati)
ફોતરાં વાળી મગદાળ સાથે પાલકને બ્લાનચ કરી તેમાં ઉમેરી ચીલા બનાવ્યા.જે ખૂબ હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક તેમજ ટેસ્ટીવાનગી છે.#GA4#Week2 Rajni Sanghavi -
સોયાબીન પાઉંભાજી (Soyabean Pavbhaji Recipe In Gujarati)
#Famસોયાબીનનો ઉપયોગ ખોરાક તરીકે થાય છે. તેમાંથી તેલ, સોસ, દૂધ, લોટ, ટોફૂ અને અન્ય ખાદ્ય સામગ્રીઓ બનાવાય છે. ફણગાવેલા સોયાબીન અને તેનો રસ બાળકો માટે ખૂબ જ ઉપયોગી છે.સોયાબીન પ્રોટીનથી ભરપૂર છે. પાઉંભાજી દરેક બાળકોને લગભગ ભાવતી જ બોય છે. મેં સોયાબીન માંથી પાઉંભાજી બનાવી છે.જે એકદર સ્વાદીષ્ટ પણ છે.મમ્મી ભી ખુશટમી ભી ખુશ 😀 Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
સોયાબીન ની વડી નું શાક
soybeans foodસોયાબીન એક એવું શાકાહારી ભોજન છે. જેમાં માંસાહારી ના ભોજન કરતાં પણ વધુ પ્રોટીન અને પોષક તત્વો મળે છે. જે સોયાનબીન નું સેવન કરે છે તે લોકો જલ્દી વૃદ્ધ થતાં નથી. તેમાં વિટામિન “બી’’ કોમ્પ્લેક્સ અને વિટામિન “ઈ” પણ ખુબજ પ્રમાણ માં હોય છે. સોયાબીન શરીર નિર્માણ માં એમીનો એસિડ પ્રદાન કરે છે, જે આપના શરીર ની જરૂરિયાતોને પૂરી કરીને તેને ઉર્જા આપવા માટે ખૂબ લાભદાયક સિધ્ધ થાય છે. સોયાબીનમાં 40 થી 43% પ્રોટીન રહેલું છે. જેમાંથી બધા પ્રકારના જરૂરી એમીનો ઍસિડ સંકલિત માત્રમાં મળી જાય છે, આમ શાકાહારી વ્યક્તિ માટે પ્રોટીન નો મુખ્ય સ્ત્રોત સોયાબીન છે. વધુમાં તે મિનરલ્સ , વિટામીન્સ અને ક્રૂડ ફાઈબર પણ ધરાવે છે. પ્રોટીન શરીર ના વિકાસ માટે શરીર રચના અને કોશરસ ની બનાવટમાં,દેહધાર્મિક પ્રક્રિયા માટે, રોગ પ્રતિકારક શક્તિ માટે તેમજ જનીન ના બંધારણ માં એક અગત્યનું ઘટક છે. પ્રોટીન ઉપરાંત ખનીજ તત્વો અને વિટામિન ભરપૂર માત્રમાં મળે છે. સોયાબીનના સેવનથી થતા જબરદસ્ત ફાયદાસોયાબીન ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.સોયાબીનમાં મળતા પોષક તત્વો હાડકાંને મજબૂત બનાવવાનું કામ કરે છે.સોયાબીનમાં ઘણા પ્રકારના વિટામિન્સ, મિનરલ્સ અને પ્રોટીન હોય છે, જે ડાયાબિટીસને કંટ્રોલ કરે છે.સોયાબીનનું નિયમિત સેવન વજન ઘટાડવામાં અને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.પ્રોટીનયુક્ત સોયાબીનનું સેવન મેટાબોલિક સિસ્ટમને સ્વસ્થ રાખે છે.સોયાબીનમાં મળી આવતા એન્ટી ઓક્સીડેન્ટ ઘણા પ્રકારના કેન્સરને રોકવામાં મદદરૂપ છે.આ રેસિપી મારી ફ્રેન્ડ એ મને શીખવેલી અને મારા ઘર માં બધાને બહુ જ ભાવે છે. Prexita Patel
More Recipes
ટિપ્પણીઓ