રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં બાફેલા બટાકા ને મેશ કરી તેમાં ડુંગળી, લીલા મરચાં, કોથમીર, હળદર, મરચું, મીઠુ, જીરૂ પાવડર, ધાણાજીરું બધુ બરાબર મિક્સ કરી લેવાનુ.
- 2
હવે બટાકા ના મસાલા ને એક ચોરસ કે લંબ ચોરસ આકાર ની ટે્ માં નીચે બટર પેપર મુકી તેના પર બટાકા ને બરાબર પાથરી ને ઊપર બીજુ બટર પેપર લગવી બરાબર પે્સ કરી હવે હાઈ મોડ પર કરેલા ફી્ઝરમાં 20 મીનીટ માટે સેટ થવા દો.
- 3
હવે ફીઝમાથી બહાર કાઢી તેના એક સરખા બે ભાગ કરી એક ભાગ પર ચીઝ સ્લાઈસ પાથરવી પછી બીજો ભાગ તેના પર મુકી ટા્યંગલ શેપમાં કટ કરી લેવા.
- 4
હવે એક બાઉલમાં મેંદો લઈ તેમાં મીઠું તથા પાણી નાખીને સ્લરી બનાવી. હવે બનાવેલા ટા્યંગલને સ્લરીમાં બોળીને બે્ડ કમસ માં રગદોળી લેવા. ત્યાર બાદ તેને ડીપ ફા્ય કરી લેવાના. તો તૈયાર છે ગરમા ગરમ પોટેટો ચીઝ ટા્યંગલ.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9179722













ટિપ્પણીઓ