રાંધવાની સૂચનાઓ
- 1
ડુંગળી ટામેટા મોટા-મોટા કટ કરી લેવા પછી એક પેનમાં એક ચમચી તેલ ગરમ કરી તેમાં ટામેટા ડુંગળી લસણ મસાલા બેથી ત્રણ મિનિટ સાંતળી લેવા પછી ઠંડા કરી પાળેલા મગજતરીના બી ખસખસ બધું એકસાથે પીસીને એક ગ્રેવી રેડી કરવી
- 2
પછી એક પેનમાં બટર અથવા તેલ ગરમ કરી તેમાં ડુંગળી ટામેટા ની બનાવેલી ગ્રેવી એટ કરવી તેલ છૂટું ન પડે ત્યાં સુધી ગ્રેવી ને ચડવા દેવી પછી તેમાં બધા મસાલા એડ કરી દેવા ફરી પાછું બે મિનિટ ચડવા દેવું પછી તેમાં કાજુ એડ કરી ધીમા તાપે ત્રણથી ચાર મિનિટ સબ્જી થવા દેવી પછી ગેસ બંધ કરી દેવો પછી ઉપરથી ફ્રેશ ક્રીમ અથવા ઘરની મલાઈ નાખો ગરમ ગરમ કાજુ કરી રેડી છે
- 3
મેંદા ના લોટ માં બેકિંગ પાવડર તેલ મીઠું નાખીને લોટ બાંધી લેવો પછી આ લોટને એક કલાક ઢાંકી ને સાઈડ મૂકી દેવો એક કલાક પછી લોટ ને સારી રીતે હાથેથી મસળીને નાન વણો નાન ઉપર બારીક સમારેલી કોથમીર લગાવો પછી વેલણથી પ્રેસ કરી નાન તવી ઉપર શેકી લેવી ઉપર બટર લગાવી ગરમ ગરમ કાજુ કરી સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes







ટિપ્પણીઓ