વરાળીયુ
#ટ્રેડિશનલ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક મિકસર જાર માં ચવાણું લઈ ક્રશ કરી લો.હવે તેમાં બારીક સમારેલી કોથમીર ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
- 2
હવે બટાકા,રીંગણ,મરચા આ મસાલો ભરી લેવું અને ડુંગળી ને આખી રાખવી,છાલ કાઢી લેવી.
- 3
હવે સ્ટીમર માં ડિશ માં સૌથી પહેલા બટાકા ગોઠવો.ત્યાર બાદ તેમાં આખા લસણ ના ગાઠીયા ગોઠવો.હવે તેના પર ભરેલા મરચાં ગોઠવી દો.
- 4
હવે તેના પર આખી ડુંગળી અને ભરેલા રીંગણ ગોઠવી સ્ટીમર ઢાંકી ભરેલા શાક ને વરાળે બાફી લો.
- 5
હવે વઘાર કરવા માટે એક પેન માં તેલ મૂકી તેલ ગરમ થાય ત્યારે તેમાં જીરૂ,હિંગ,લવિંગ,સૂકા લાલ મરચા,લીમડા ના પાન,આદુ લસણ મરચાં ની પેસ્ટ,કસુરી મેથી અને સમારેલી ડુંગળી ઉમેરો.હવે બરાબર મિક્સ કરો.
- 6
ત્યાર બાદ તેમાં સમારેલા ટામેટા ઉમેરો અને મિક્સ કરી થોડીવાર કૂક કરો.હવે તેમાં બાકી નાં બધા મસાલા,સ્વાદ અનુસાર લીંબુ નો રસ,ખાંડ અને મીઠું ઉમેરી તેમાં બાફેલા શાક ઉમેરો.
- 7
હવે તેને મિક્સ કરી તેમાં જરૂર પ્રમાણે પાણી નાખી ઢાંકી દો અને ધીમા તાપે કૂક થવા દો.
- 8
હવે જ્યારે ગ્રેવી ઘટ્ટ થાય એટલે તેમાં બારીક સમારેલી કોથમીર ઉમેરો.
- 9
હવે વરાળીયા શાક ને બાજરા નાં રોટલા અથવા ભાખરી,ડુંગળી અને છાશ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
















ટિપ્પણીઓ