રાંધવાની સૂચનાઓ
- 1
કુકર માં 3-4 કલાક પલાળેલી દાળ લો અને તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી ને તેમાં 1/2 ચમચી હળદર અને થોડુંક મીઠુ ઉમેરી ને 5-6 વિસલ મારી લો અને ત્યાર બાદ દાળ ને ચમચા થી બરાબર મિક્સ કરી લો. બીજા એક વાટકા માં 3 ચમચી ઘી અને 1 ચમચી તેલ લઇ ને તે ગરમ થાય એટલે તેમાં જીરું નાખો તે ફૂટે એટલે તેમાં હિંગ, ડુંગળી, ટામેટા, આદુ, મરચા, લસણ અને સૂકા લાલ મરચા ઉમેરી ને બરાબર સાંતળી લો.ત્યાર બાદ તેમાં 1 ચમચી લાલ મરચું, 1/2 ચમચી હળદર અને કસૂરી મેથી નાખી ને બરાબર મિક્સ કરો.
- 2
ત્યાર બાદ તેમાં દાળ ઉમેરી ને તેમાં મીઠુ ઉમેરો. અને એક બે ઉભરા આવા દો. ત્યાર બાદ ગેસ બંધ કરતી વખતે તેમાં બટર ઉમેરો તેના થી ક્રિમી સ્વાદ આવશે.એક વઘારીયા માં 2 ચમચી તેલ 1/2 ચમચી લીલું મરચું, લસણ, આદુ અને એક નંગ સૂકું લાલ મરચું ઉમેરી ને તેને મીક્સ કરો.અને છેલ્લે તેમાં લાલ મરચું ઉમેરો.
- 3
ત્યાર બાદ તેને દાળ પર રેડી દો. અને ગરમ ગરમ પીરસો. દાળ ને મેં જીરા રીસ સાથે પીરસયા છે.
Keywords
Similar Recipes
More Recipes













ટિપ્પણીઓ