બ્રેડ કચોરી

મિત્રો ,એક કહેવત સાંભળી હશે બધા એ "અન્ન તેવો ઓડકાર " જેવું ભોજન તમે આરોગો એવા આચાર વિચાર આવે.કાંદા લસણ વગર નો સાત્વિક ખોરાક કેમ ખાવો જોઇએ એની પાછડ નું એક જ વિજ્ઞાન કે કાંદા અને લસણ એ બન્ને વસ્તુઓ તામસ ગુણ ધરાવે છે. જે તમારું મગજ હંમેશા ગરમ રાખે છે.જેમણે પણ ભક્તિ માર્ગ માં આગળ વધવું હોય એમના માટે કાંદા અને લસણ વઁજિત છે. કાંદા અને લસણ વગર પણ વાનગી ઓ એટલી જ સ્વાદિષ્ટ બને છે.તો ચાલોઆજે આપણે બનાવીશુ ખૂબજ સરળ કાંદા અને લસણ વગર સાત્વિક કચોરી.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરી લો. હવે બટેટા ની છાલ ઉતારી બટેટા નો માવો બનાવી લો. લીલા મરચાંઅને કોથમીર સમારી લો,આદુ ખમણી લો.પછી પરાઠા મસાલો અને છોલે મસાલો,આખા ધાણા અને નમક સ્વાદ અનુસાર નાખી બધું સરખું મીક્સ કરી લો.
- 2
હવે બ્રેડ ની સ્લાઇસ ની કીનારી કટ કરી લો.પછી બ્રેડ ની સ્લાઇસ ને પાણી માં પલાળી તરતજ બહાર કાઢી ને હથેળી માં દબાવી લો.
- 3
પછી બ્રેડ ની સ્લાઇસ પર બટેટા ના માવા નો ગોળો મૂકો. અને હવે બ્રેડ ની સ્લાઇસ થી બટેટા ના માવા ના ગોળા ને કચોરી ની જેમ કવર કરી લો. અને હલકે થી દબાવી દો.
- 4
હવે ગરમ તેલ માં ગોલ્ડન કલર ની થાય ત્યાં સુધી તળી લો. મીડીયમ તાપે તળવી.
- 5
તૈયાર છે ગરમા ગરમ સાત્વિક બ્રેડ કચોરી એને લીલી ચટણી અને ટામેટાં સોસ સાથે પીરસો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (2)