બ્રેડ કચોરી

Krupa savla
Krupa savla @cook_11908919

#કાંદાલસણ

મિત્રો ,એક કહેવત સાંભળી હશે બધા એ "અન્ન તેવો ઓડકાર " જેવું ભોજન તમે આરોગો એવા આચાર વિચાર આવે.કાંદા લસણ વગર નો સાત્વિક ખોરાક કેમ ખાવો જોઇએ એની પાછડ નું એક જ વિજ્ઞાન કે કાંદા અને લસણ એ બન્ને વસ્તુઓ તામસ ગુણ ધરાવે છે. જે તમારું મગજ હંમેશા ગરમ રાખે છે.જેમણે પણ ભક્તિ માર્ગ માં આગળ વધવું હોય એમના માટે કાંદા અને લસણ વઁજિત છે. કાંદા અને લસણ વગર પણ વાનગી ઓ એટલી જ સ્વાદિષ્ટ બને છે.તો ચાલોઆજે આપણે બનાવીશુ ખૂબજ સરળ કાંદા અને લસણ વગર સાત્વિક કચોરી.

બ્રેડ કચોરી

2 કમેન્ટ્સ કરેલ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 6-8નંગ બાફેલા બટાકા
  2. 2ટેબલ સ્પૂન બાફેલા લીલા વટાણા
  3. 6-8લીલા મરચાં
  4. 1આદુ નો ટુકડો
  5. 2ટેબલ સ્પૂન કોથમરી
  6. 1ટી સ્પૂન પરાઠા મસાલો
  7. 1ટી સ્પૂન છોલે મસાલો
  8. નમક સ્વાદ અનુસાર
  9. 1ટેબલ સ્પૂન અધકચરા વાટેલા આખા ધાણા
  10. 6-8બ્રેડ ની સ્લાઇસ
  11. પાણી બ્રેડ પલાળવા
  12. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરી લો. હવે બટેટા ની છાલ ઉતારી બટેટા નો માવો બનાવી લો. લીલા મરચાંઅને કોથમીર સમારી લો,આદુ ખમણી લો.પછી પરાઠા મસાલો અને છોલે મસાલો,આખા ધાણા અને નમક સ્વાદ અનુસાર નાખી બધું સરખું મીક્સ કરી લો.

  2. 2

    હવે બ્રેડ ની સ્લાઇસ ની કીનારી કટ કરી લો.પછી બ્રેડ ની સ્લાઇસ ને પાણી માં પલાળી તરતજ બહાર કાઢી ને હથેળી માં દબાવી લો.

  3. 3

    પછી બ્રેડ ની સ્લાઇસ પર બટેટા ના માવા નો ગોળો મૂકો. અને હવે બ્રેડ ની સ્લાઇસ થી બટેટા ના માવા ના ગોળા ને કચોરી ની જેમ કવર કરી લો. અને હલકે થી દબાવી દો.

  4. 4

    હવે ગરમ તેલ માં ગોલ્ડન કલર ની થાય ત્યાં સુધી તળી લો. મીડીયમ તાપે તળવી.

  5. 5

    તૈયાર છે ગરમા ગરમ સાત્વિક બ્રેડ કચોરી એને લીલી ચટણી અને ટામેટાં સોસ સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krupa savla
Krupa savla @cook_11908919
પર

Similar Recipes