સ્ટફ્ડ થેપલા

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865

#કાંદાલસણ
લોકપ્રિય પરંપરાગત ગુજરાતી વાનગી થેપલા , પનીર નું સ્ટફિંગ ભરી ને બનાવેલ છે.

સ્ટફ્ડ થેપલા

#કાંદાલસણ
લોકપ્રિય પરંપરાગત ગુજરાતી વાનગી થેપલા , પનીર નું સ્ટફિંગ ભરી ને બનાવેલ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. થેપલા માટે સમાગ્રી
  2. ૧/૨ કપ ઘઉંનો લોટ
  3. ૧/૪ કપ સમારેલી મેથી ની ભાજી અથવા કસુરી મેથી
  4. ૧ ટી સ્પૂન આદુ મરચાં ની પેસ્ટ
  5. ૧/૪ ટી સ્પૂન હળદર
  6. ૧/૨ ટી સ્પૂન લાલ મરચું પાવડર
  7. ૧/૨ ટી સ્પૂન સફેદ તલ
  8. ૨ ટી સ્પૂન તેલ મોણ માટે
  9. મીઠું સ્વાદાનુસાર
  10. પનીર નું સ્ટફિંગ માટે સમાગ્રી :
  11. ૧/૨ કપ ખમણેલું પનીર (homemade)
  12. ૧ નાનું ટામેટા ના ટુકડા (બીજ કાઢી ને)
  13. ટુકડા ૧ લીલા મરચા ના ઝીણા
  14. ૧ ટેબલ સ્પૂન ઝીણી સમારેલી કોથમીર
  15. મીઠું સ્વાદાનુસાર
  16. તેલ સાંતળવા માટે
  17. છુંદો, દહીં સાથે પીરસવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    થેપલા બનાવવા માટે બઘી સમાગ્રી એક મિશ્રણ બોઉલ માં નાખી ને પનીર નું પાણી (whey) થી સાધારણ નરમ લોટ બાંધો. મસળી ને ૪ લુઆ બનાવી ને પાતળી ૬" ના વ્યાસ ના થેપલા વણી ને બાજુ માં મૂકો.

  2. 2

    પનીર નું સ્ટફિંગ ની બઘી સામગ્રી એક મિશ્રણ બોઉલ માં નાખી ને મિક્સ કરો. સ્ટફિંગ ના સરખા ભાગ કરવા. એક વણેલો થેપલા પર એક પનીર નું સ્ટફિંગ પાથરી દો.

  3. 3

    એના ઉપર બીજો વણેલો થેપલો મૂકી,કીનારી દબાવી ને બંધ કરવી. એવી રીતે બીજા સ્ટફ્ડ થેપલા તૈયાર કરવું.

  4. 4

    ગરમ તવા પર તેલ મૂકી બન્ને સાઈડ સ્ટફ્ડ થેપલા ગુલાબી રંગ ના શેકી લો.

  5. 5

    ગરમાગરમ સ્વાદિષ્ટ સ્ટફ્ડ થેપલા, છુંદો અને દહીં સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jasmin Motta _ #BeingMotta
પર

Similar Recipes