આલુ મટર સનફલાવર પાઈ
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદા માં મીઠું, બટર ઉમેરી મિક્સ કરવું, ચીલી ફલેક્સ અને પાલક ની પ્યુરી મિક્સ કરવી, પાણી જરૂર મુજબ ઉમેરી કઠણ લોટ બાંધવો.
- 2
કડાઈ માં તેલ લઈ, આદુ મરચા ની પેસ્ટ સાંતળવી,. બાફેલા વટાણા ઉમેરી મિક્સ કરવું, બધાજ મસાલા ઉમેરી બરાબર મિક્સ કરી, બાફેલા બટાકા નો માવો ઉમેરી મીઠું સ્વાદાનુસાર, અને કોથમીર સમારેલી ઉમેરી મિક્સ કરી લઈ સ્ટફિંગ તૈયાર કરવું.
- 3
પાઈ ના લોટ માંથી ૨ ભાગ કરી, એક ભાગ નો રોટલો વણવો, વચ્ચે બનાવેલું સ્ટફિંગ ભરી, ઉપર બીજો રોટલો વણી ને મૂકી, વચ્ચે એક વાટકી મૂકી આજુ બાજુ ચપ્પા ની મદદ થી સન ફલાવર આકાર આપવો, વચ્ચે ચીલી ફ્લેક્સ લગાવવા. પ્રિ હિટ કરેલ ઓવન માં ૨૦૦ ડિગ્રી પર ૩૫ મિનિટ માટે બેક કરી લેવી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12058028







ટિપ્પણીઓ (2)