રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેરી ને છીણી લો. હવે તેમાં હળદર, મીઠું ભૂસી લો.
- 2
એક કલાક સુધી તેને ઢાકી ને રેવા દો. હવે તેના વઘાર માટે તૈયારી કરી લો. લાલ સૂકા મરચાં, આખાધાણા,તેલ,હીંગ, આખી મેથી. તેલ ને ગરમ કરવા મૂકો તેમા હીંગ, ધાણા, મરચા,મેથી નાખવી. કેરી ના છીણ ને બરાબર નિચોવી લઇ વઘાર કરો.
- 3
કેરી નુ પાણી બળી જાય પછી તેમા ખાંડ અને ગોળ ઉમેરો. હવે સતત હલાવુ. બે તાર ની ચાસણી કરવી.
- 4
ગેસ બંધ કરીને તેમા લાલ મરચુ, હળદર ઉમેરો. સાવ ઠંડું થાય પછી તેમાં હવેજ ઉમેરો. તો તૈયાર છે કાચી કેરી નો છૂદો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12197454














ટિપ્પણીઓ