આખી ડુંગળી નું શાક અને બાજરીનો રોટલો

#મે
આ દેશી ભાણું સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત છે જેને રોટલો કે ભાખરી સાથે ખવાય છે. બધા સાંજે ભાણામાં લઈ છે આ શાકમા રોટલો કે ભાખરી ચોળીને ખાવામાં આવે છે. બહુ જ ટેસ્ટી લાગે છે.
આખી ડુંગળી નું શાક અને બાજરીનો રોટલો
#મે
આ દેશી ભાણું સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત છે જેને રોટલો કે ભાખરી સાથે ખવાય છે. બધા સાંજે ભાણામાં લઈ છે આ શાકમા રોટલો કે ભાખરી ચોળીને ખાવામાં આવે છે. બહુ જ ટેસ્ટી લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ડુંગળીની છાલ કાઢી લો, તેને છાલ ઉતારતી વખતે એનું મોઢું સાવ કાપવાનુ નથી એ ધ્યાન રાખવાનું થોડુંક એવુજ કાપવાનુ જેથી કરીને તેના પડ અલગ થાય નહીં.
- 2
હવે બધા મસાલા પીસીને તૈયાર કરવા પછી એક પેનમાં તેલ મુકવું, તેલ આવી જાય એટલે ડુંગળી ફ્રાય કરવી, એને આછા ગુલાબી -બ્રાઉન કલરની ફ્રાય કરી કાઢી લો. એજ તેલમાં કાજુ ફ્રાય કરવા.
- 3
હવે તેલમાં તજ -લવિંગ ને તીખાનો પાવડર નાખો, આદું મરચા લસણની પેસ્ટ નાખી 1 મિનિટ સાંતળો. હવે ટમેટાની પેસ્ટ નાખી ને હલાવો, તલ નો ભૂકો નાખો ને પાણી નાખી ચડવા દયો, હળદર, લાલ મરચું, મીઠુ નાખી હલાવી ચડવા દેવું. થોડીવાર પછી એમાં સીંગદાણા નો ભૂકો ને સેવ નો ભૂકો નાખી દેવો, મે ગાંઠીયા નથી લીધા સેવ લીધી છે એટલે સેવ નો ભૂકો નાખીયો છે. થોડીકવાર ચડવા દેવું ઘટ્ટ થઈ જાય એટલે ફ્રાય કરેલી ડુંગળી ને કાજુ નાખી બરાબર હલાવવુ, સીજી જાય એટલે ઉપરથી બે ચમચી ગોળ નાખી ફરીથી હલાવવુ, તેલ બધું ઉપર આવી જાશે તો તૈયાર છે આપડું શાક
- 4
હવે રોટલો બનાવવા માટે કથરોટમાં લોટ લઈને પાણી નાખી હાથથી લોટને મસળવો પછી ગોટા જેવું વાળી હાથેથી રોટલો ટિપવો. પછી લોઢી ગરમ કરવા મુકવી ગરમ થઈ જાય એટલે રોટલો નાખવો.
- 5
પછી બંને બાજુ રોટલો ચોળવીને ગેસ ની આંચ પર શેકવો ફૂલે એટલે રોટલાને બરાબર શેકી નીચે ઉતારી લેવો અને ઘી થી ચોપડી લેવો.
- 6
હવે શાક ને એક બાઉલમાં કાઢી કાજુ ને કોથમીર નાખો.
- 7
હવે એક સર્વિંગ પ્લેટમાં રોટલો મુકો, મે અહીંયા ગૂંદાનો સંભારો, કાચી કેરીનું athanu, અડદના પાપડ, ને મસાલા છાશ સાથે પંજાબી આખી ડુંગળીનું શાક સર્વ કર્યું છે તો તૈયાર છે આપણું પંજાબી આખી ડુંગળીનું શાક ને બાજરાનો રોટલો....
Similar Recipes
-
આખી ડુંગળી નું શાક બાજરી નો રોટલો
આપણા બધા ના ધર માં ડુંગળી તો હોય જ છે,ડૂંગળી આપણા શરીરમાં કોઈ દવા થી ઓછું નથી તેથીજ રોજ એક ડુંગળી ખાવાનું કહેવામાં આવે છે .આજે મે આખી ડુંગળી નુ ગ્રેવી વાળું શાક બનાવ્યું છે,ખાવામાં છે જોરદાર તમે રોટલો, રોટલી, ભાખરી બધા જોડે ખાઈ શકો.#માઇઇબુક #પોસ્ટ 21 #શાક#મોનસૂન#સુપરસેફ3 Rekha Vijay Butani -
લીલી ડુંગળી નું શાક
#શાકઆ શાક કાઠિયાવાડ મા સાંજે ભાખરી અને પરોઠા સાથેખાવામાં આવે છે.. અને ખુબ જલ્દી બની જાય છે Sunita Vaghela -
બાજરી નો રોટલો, તીખી કઢી, રવૈયા ટામેટા નું શાક, છાસ, મરચું અને ડુંગળી
#ગુજરાતીઆ ગુજરાતી ઓનું મનપસંદ થાળી છે.. આજે ય ગામડા માં બાજરી નો રોટલો દરરોજ બને છે.. Tejal Vijay Thakkar -
લીલી ડુંગળી સેવ ટામેટાં નું શાક
#GA4#Week11 ને ભાખરી અથવા પરોઠા અથવા બાજરાના રોટલા સાથે સર્વ કરવું Charmi Shah -
આખી ડુંગળી નું શાક (Onion Sabji recipe in Gujarati)
#CB7#week7#cookpadgujarati#cookpadindia આખી ડુંગળી નું શાક નાની નાની ડુંગળી એટલે કે બેબી ઓનીયન્સ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ શાક ગ્રેવીવાળું અને ગ્રેવી વગરનું એમ બંને પ્રકારે બનાવી શકાય છે. રેસ્ટોરન્ટમાં આ શાક કાઠીયાવાડી સબ્જી તરીકે ખૂબ પ્રખ્યાત છે. ગુજરાતી લોકો આ શાકને વધુ પસંદ કરતા હોય છે. બપોરના જમવામાં કે સાંજના ડિનરમાં બંને સમયે આ શાક સર્વ કરી શકાય છે. આ શાક માટે સીંગદાણાનો ભૂકો, ચણાનો લોટ અને તેમાં મસાલા ભેળવી ડુંગળીમાં ભરવા માટેનો મસાલો તૈયાર કરવામાં આવે છે. આ શાક થોડી તીખાશ વાળું અને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
બટેટા પૌવા ભાખરી અને ચા
#ટીટાઈમબટાકા ભાખરી અને ચા એક એવું કોમ્બિનેશન છે કે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે જે સવારના નાસ્તામાં સૌને ઘરે બનતું જ હોય છે. Mita Mer -
કાશ્મીરી રાજમા (kashmiri Rajma Recipe In Gujarati)
રાજમા પ્રોટીન થી ભરપુર છે. આ કઠોળ ખાવામાં ખુબ સ્વાદિષ્ટ છે. આ રાજમા તમે ભાત,પરોઠા, ભાખરી, રોટલો, રોટલી બધા સાથે ખાઈ શકો છો.#નોર્થ Rekha Vijay Butani -
લસણ અને ડુંગળી વગરની દાબેલી
#જૈનદાબેલી તો સૌ કોઈને પ્રિય હોય છે તમે પણ બનાવો લસણ અને ડુંગળી વગર ની આ દાબેલી જે ખૂબ જ ટેસ્ટી અને બનાવવા પણ સરળ છે. Mita Mer -
-
આખી ડુંગળી નું શાક (Akhi Dungli Shak Recipe In Gujarati)
#CB7છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ Week 7કાઠિયાવાડી ટેસેટનું ચટાકેદાર આખી ડુંગળીનું શાક રોટલો કે ભાખરી સાથે બહું જ ભાવે.. શિયાળામાં તો ખાવાની ખૂબ જ મજા પડે. Dr. Pushpa Dixit -
ચણાના લોટવાળું મેથીનું શાક
#ઇબુક#Day23તમે પણ બનાવો ચણાના લોટવાળું મેથીનું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આસાનીથી બની જાય છે Mita Mer -
જીંજરા(લીલા ચણા)નું શાક બાજરાનો રોટલો ખીચડી છાશ
#શિયાળાશેકેલા જીંજરા તો સૌ કોઈએ ખાધેલા જ છે તમે બનાવો તેનું શાક કે જે એકદમ ટેસ્ટી અને ઓળા જેવું જ લાગે છે બાજરાના રોટલા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે Mita Mer -
આખી ડુંગળી, બટાકી અને કેપ્સીકમ નું સભાંરીયું શાક
શિયાળા માં ભરેલા શાક ખાવાની મજા જ કંઇક અલગ હોય છે.બધા શાક ફ્રેશ અને લીલાછમ મળતા હોય છે.આ સીઝન માં નાના બટાકા પણ બહુ મળતાં હોય છે. આ શાક માં લીલું લસણ બહુજ ટેસ્ટી લાગે છે સાથે થોડો જાડો રસો કરવાનો તો બહુજ સ્વાદિષ્ટ લાગશે.Cooksnap @Smita_dave Bina Samir Telivala -
કંકોડા અને મકાઈ નું શાક
#EB#Week13કંકોડા નું શાક ઘણા બધા ને ભાવતું નથી પણ મકાઈ સાથે બહુ જ સરસ લાગે છે.કંકોડા માં પ્રોટીન ખુબ જ હોય છે અને આ ચોમાસા માં જ મળે છે. Arpita Shah -
પચકુટા નું શાક
આ શાક જૈન માં ફેમસ છે આમાં પાંચ ટાઈપ શાક આવે છે . જેને મિક્સ કરીને બનાવવામાં આવે છેજે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. Pinky Jain -
આખી કેરીનું શાક -અજુબા (mango recipe in Gujarati)
#સુપરશેફ૧પોસ્ટ:૩#માઇઇબુકઆખી કેરીનું શાક વાંચીને જ અચરજ થાય છે ને ?મને પણ થયું હતું ..પણ જયારે બનાવ્યુંત્યારે માત્ર વાહ વાહ જ સાંભળ્યું ,,મારી ભાણેજ કૃપા ભટ્ટ પણ cookpad મૅમ્બર છે આશાકની માહિતી તેણે મને આપી .તેને તેના સસરા એ શીખવી ...કૈક નવું કરવું અને અખતરાકરી જોવા એ આપનો સ્વભાવ છે ...તો મેં પણ અખતરો કર્યો ,,જે સફળ રહ્યો ...અજુબા નામ એટલે જમેં આપ્યું ...મેં ક્યારે ય આ વિષે સાંભળ્યું જ નહોતું ..મેં રીતમાં થોડો મારી રીતે ફેરફાર કર્યો છે ..આ શાકને ગોટલાનું શાક પણ કહે છે ..કેરીની હજારો વાનગીઓ છે ,,પણ આ મને અલગ જ લાગ્યુંતો બનાવીને આપની સાથે શેર કરવાનું મન થયું ..સીઝનમાં તમે પણ એક વાર અચૂક બનાવજો... Juliben Dave -
તુવેરદાળ અને પુરણપોળી
તુવેરદાળ માંથી બનતી બંને વાનગી એકબીજા ની સાથે જ પીરસવામાં આવે છે.. ગુજરાતી ટ્રેડિશનલ ભાણું પણ ગણવામાં આવે છે.. #સુપરશેફ4 latta shah -
દેશી ભાણું-બાજરીનો રોટલો અને રીગણની કઢી
#હેલ્થી#indiaપોસ્ટ 3દેશી ભાણું હોય,એટલે માટીના વાસણમાં રસોઈ બને,માટીના વાસણમાં જમવાનું.આજે વરસાદવરસતો હતો,ને મને દેશી જમવાની ઈચ્છા થઈ. આજે માટીની કલાડી માં બાજરીનો રોટલો બનાવ્યો છે,સાથે રીગણની કઢી પણ બનાવી છે.અને માટીના વાસણોમાં જ પીરસ્યું છે.તો તે હેલ્થ માટે ખૂબ સારું છે. પધારો દેશી જમણ તૈયાર છે. Heena Nayak -
બાજરી નો રોટલો
#goldenapron3#week11બાજરી નો રોટલો મને બહુ જ ભાવે શિરામણી માં ચા સાથે બહુ મીઠો લાગે છે એકવાર જરૂર થી બનાવો. Urvashi Mehta -
ભરેલ ડુંગળી-બટેટાનુ શાક
#RB6#માય રેશીપી બુક#પરંપરાગત કાઠિયાવાડી સામાન્ય રીતે ડુંગળી-બટાકા ભરી અને સીધા જ વઘારી દેવામાં આવે છે.જે રેશીપી મેં અગાઉ શેર કરેલ છે પરંતુ આ થોડું હટકે પરંપરાગત અને કાઠિયાવાડી પધ્ધતિથી બનાવેલ શાક છે.જેની સાથે કંઈ પણ સર્વ કરી શકાય છે.એટલે કે જીરા રાઈસ,ખીચડી અને રોટલો/ભાખરી/પરોઠા/તંદુરી રોટી કે કોઈપણ પ્રકારની રોટલી તો હોય જ પણ ટેસ્ટ એકદમ ચટાકેદાર 😋👌આવશે.ટ્રાય જરૂર કરશો. Smitaben R dave -
બાજરાનો રોટલો (Bajra Rotlo Recipe In Gujarati)
#CWT#MBR1#cookpad_guj#cookpadindia બાજરાનો રોટલો જ્યારે હાથેથી બરાબર મસળીને બે હાથ વડે થેપીને બનાવવામાં આવે છે ત્યારે મીઠો લાગે છે. બાજરાનો રોટલો ખાવાથી વજન પણ વધતું નથી. આમ તો બાજરાની તાસીર ગરમ છે,પરંતુ જે લોકો મહેનતનું કામ કરે છે તેવું સવારના ઊઠીને જ શિરામણ માં બાજરાનો રોટલો લે છે તેને ગરમ લાગતો નથી તથા હવે તો શિયાળાની ઋતુ શરૂ થાય છે એટલે દરેક ઘરોમાં બાજરાનો રોટલો બનતો જ હોય છે. બાજરાના રોટલા સાથે લસણ મરચાની ચટણી, ઘી અને ગોળ, ડુંગળી, કઢી સાથે જ્યારે પીરસવામાં આવે છે ત્યારે તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. બાજરાનો રોટલો હેલ્ધી હોવાથી બ્રેકફાસ્ટમા ચા- દૂધ સાથે ખૂબ જ સારો લાગે છે. લંચમા અને ડિનરમાં રીંગણનો ઓળો તથા રસા વાળા બધા શાક સાથે સારો લાગે છે. Ankita Tank Parmar -
આખી ડુંગળી નું પંજાબી શાક
#ડીનર હેલો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું.આખી ડુંગળી નું પંજાબી શાક.જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મારા ફેમિલી ને આ શાક ખૂબ જ પસંદ આવ્યું.આશા રાખું તમને પસંદ આવશે.તમે જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
-
-
મેથી અને લસણીયો વઘારેલો રોટલો (Methi and Garlic Rotlo recipe in Gujarati)
#GA4#Week19#Methi#Vagharelorotlo#cookpad#cookpadindiaશિયાળામાં લીલા શાકભાજી સારા એવા મળી રહે છે તો આજે મેં એકદમ ફ્રેશ મેથીમાં વઘારેલો લસણીયા રોટલો બનાવ્યો છે. આ રોટલો ખાવા માં બહુ જ ટેસ્ટી લાગે છે. શિયાળામાં સવારમાં નાસ્તા માટે આ વઘારેલો રોટલો અમારા ઘરે તો અવારનવાર બનતા જ હોય છે. Rinkal’s Kitchen -
જુવાર નો રોટલો(Jowar Rotlo Recipe In Gujarati)
#GA4#week16#jowarશિયાળામાં રોટલો ખાવા ની મજા આવે છે શિયાળામાં અલગ અલગ ભાજી મળે છે બધા વેજીટેબલ ખુબ સારી રીતે મળતા હોય છે જેથી ભરેલા શાકની સાથે બાજરી નો અને જુવાર નો રોટલો ખાવા ની મજા આવે છે Dipti Patel -
લસણીયા બટાકા વીથ મીની જુવાર રોટી
#GH#હેલ્થી#india#post10આ એક દેશી ભાણું છે.લસણીયા બટાટા રાજકોટ ના પ્રખ્યાત છે. Asha Shah -
કાઠીયાવાડી કાજુ-ગાઠિયા નુ શાક
#શાક- કાજુ-ગાઠિયા નુ શાકઆ કાઠિયાવાડી રેસીપી છે, બહુ ટેસ્ટી લાગે છે,રોટલો કે રોટલી સાથે ખાઈ શકાય છે. Tejal Hitesh Gandhi -
આખી ડુંગળી નું શાક (Akhi Dungli Shak Recipe In Gujarati)
#CB7#Week7#Cookpadindia#Cookpadgujratiઆજે મે આખી ડુંગળી નું શાક બનાવ્યું ખુબજ ટેસ્ટી બને છે તો તમે પણ ટ્રાય કરો hetal shah -
રોટલો અને દૂધ
#ડિનરકોઈક વાર સાવ સાદું જમવા નું મન થાય તો રોટલો અને દૂધ જમવાની બહુ જ મજા આવે. આ આપણું અસલી દેશી ખાણું છે. હેલ્ધી પણ ખરું . એ ને ઠંડા રોટલા સાથે થીનું ઘી હોય લીલુ મરચું હોય તો મોજ પડી જાય જમવાની.. Sonal Karia
More Recipes
ટિપ્પણીઓ (4)