તંદુરી નાન (ઘઉં ના લોટ ના)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મોટા બાઉલ માં ઘઉં નો લોટ, મેંદો, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા, ખાંડ, તેલ, મીઠું, દહીં બધું મિક્સ કરી લેવું. હવે જરૂર મુજબ નવશેકું ગરમ પાણી ઉમેરી પરાઠા ના લોટ કરતા જરાક ઢીલો લોટ બાંધવો. લોટ હાથ માં ચોંટતો હોય તો ૧ ચમચી તેલ હાથ પર લગાવી સરખો કરી લેવો.
- 2
હવે તેના લુવા કરી ૧૦ મિનિટ ઢાંકી ને રાખી દેવું. હવે તેને અટામણ થી વણી લેવું. હવે સ્ટવ પર લોખંડ ની તવી મુકવી. નોન સ્ટીક ના તવા નો ઉપયોગ કરવો નહીં. હવે ઉપર ની તરફ આખા નાન પર પાણી લગાવવું હવે પાણી વાળો ભાગ તવા પર આવે એ રીતે મુકવો.
- 3
હવે તેને ૨ મિનિટ રાખવું ત્યારબાદ તવી ને ફ્લેમ પર ઉંધી રાખવી. બધી બાજુ શેકવી. બધી બાજુ શેકાઈ જાય એટલે તવી સીધી કરી ૨ મિનિટ રાખી નાન ને ઉતારી લેવું.
- 4
હવે તેનાં પર બટર અથવા ઘી લગાવી કોઈ પણ પંજાબી શાક અથવા ગ્રેવી વાળા શાક સાથે સર્વ કરવું.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12266403













ટિપ્પણીઓ