સેવની બિરંજ (Vermicelli recipe in Gujarati)

#મોમ
"જનનીની જોડ સખી નહી જડે રે લોલ",
"મધર્સ ડે સ્પેશિયલ રેસિપી"....આમ તો મારા મમ્મીના હાથની બધી જ વાનગી મને બહુ પસંદ છે, એમાં પણ આ સેવની બિરંજ રેસીપી ખુબજ ભાવે છે.
આ રેસિપી મારા મમ્મીની ફેવરિટ રેસીપી માંથી એક છે. આ સેવ ની બિરંજ મારા મમ્મી ખૂબ સ્વાદિષ્ટ બનાવે છે અને અમારા ફેમિલી માં મારા મમ્મીની આ રેસિપી ખૂબ પ્રખ્યાત છે. મધર સ્પેશિયલ રેસિપી માં મેં આ રેસિપી મારા મમ્મીના ને યાદ કરીને અને તેમના માર્ગદર્શનથી બનાવી છે.
આ સેવ ની બિરંજ મારા મમ્મીને મધર્સ ડે સ્પેશિયલ નિમિત્તે સમર્પિત કરું છું. ખુબ ખુબ આભાર મમ્મી....

રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં વર્મેસીલી સેવ ને લો. ઘી સાકર ડ્રાયફ્રુટ સૂકા કોપરાનું પાવડર ખસ ખસ તૈયાર કરો. પાણીને ગરમ કરી ઉકાળી લેવું.
- 2
એક કડાઈ લો તેમાં ચાર ચમચી મૂકી ને સેવ ને શેકી લેવી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકવી ત્યારબાદ તેમાં ગરમ પાણી ઉમેરી દેવું.
- 3
બધું પાણી બળી જાય ત્યાં સુધી શેકો ત્યારબાદ તેમાં સાકર એલચીનો ભૂકો કિસમિસ નાખી બરાબર મિક્સ કરો. એક થાળીમાં ઘી લગાવી ને આ સેવ ને પાથરી દો. ત્યારબાદ તેના પીસ કરી લેવા અને તેના ઉપર કોપરાનું ખમણ અને ખસખસ ભભરાવી દો.
- 4
સર્વિંગ પ્લેટમાં આ સેવની બીરંજ ને ગરમા ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ