આલુ મિર્ચી ભજીયા(Aloo mirchi Bhajiya recipe in Gujarati)

#આલુ
જય શ્રી કૃષ્ણ...અમારે ત્યાં સુરતમાં બટાકા પુરી અને પટ્ટી મરચા ના ભજીયા ખૂબ જ ફેમસ છે સવાર સવારમાં ફરસાણની દુકાન પર બટાકા પુરી અને પટ્ટી મરચા ના ભજીયા લેવા લાંબી લાઈન લાગતી હોય છે તો આજે મેં ઘરે બનાવ્યા છે જેવા બાર મળે છે એ જ ટેસ્ટ થી બનાવેલા છે તો તમે પણ જરૂર ટ્રાય કરજો ખુબ જ સરસ લાગે છે

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકા ના ગોળ પતીકા કરી લેવા અને મરચા ને બે કટકા કરી સુધારી લેવા હવે બટાકા ઉપર લીંબુ મીઠું અને જલજીરા એ જ રીતે મરચાની ઉપર પણ લગાવી અને તેની ઉપર ચણાના લોટનું ખીરું આછું આછું લગાવી દેવું તેને 10 થી 15 મિનિટ માટે એમ જ રહેવા દેવા તેનાથી ભજીયાનો ટેસ્ટ ખુબ જ સરસ આવશે
- 2
હવે ચણાના લોટનો ખીરુ બનાવીશું તો ચણાના લોટમાં જરૂર મુજબ પાણી બેકિંગ સોડા મીઠો અને ગરમ તેલ ઉમેરી બરાબર હલાવી તૈયાર કરવો
- 3
હવે આપણે તેલ ગરમ કરવા મૂકી શું અને તેમાં મરચા અને બટાકાના ભજીયા ચણાના લોટમાં બોળીને તેલમાં તળી લઈશું તો સરસ મજાના બટેકા પુરી અને મરચાં ના ભજીયા તૈયાર છે
- 4
હવે તો ચોમાસું આવ્યું તો ગરમ ગરમ સર્વ કરવામાં આવે તો ખૂબ જ ભાવે છે તો તમે પણ મારી જેમ ટ્રાય કરશો અને જણાવશો કે કેવા બન્યા
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (11)