રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેરી ના ગોટલા ને એક બાઉલ માં લઇ તેમાં 2 ગ્લાસ પીવાનું પાણી ઉમેરી ગોટલા ને બરાબર ધોઈ લો.અને ગોટલા ને એક દમ કોરા કરી લો.હવે આ ગોટલા ને તડકા માં 3 દિવસ માટે સૂકવી લો તેમાંથી ગોટલી નો મુખવાસ સરસ બને છે.
- 2
હવે જે બાઉલ માં આપણે કેરી ના ગોટલા ધોઈને જે પાણી તૈયાર કર્યું છે તેને ગાળી લો જેથી કેરી ના રેસા રહી ગયા હોય તે નીકળી જાય.
- 3
હવે ગાળેલા મિશ્રણ માં ચણા નો લોટ ઉમેરી મિકસ કરો.
- 4
હવે કેરી નો ફજેતો બનાવવા માટે એક કડાઈમાં તેલ લો.તેલ ગરમ થાય પછી તેમાં રાઈ, જીરું, હિંગ, સુકા લાલ મરચાં, લીમડો, સમારેલ લીલા મરચા ઉમેરી મિક્સ કરી તેમાં હળદર અને લાલ મરચું ઉમેરી તરત જ ફજેતા નું બેટર ઉમેરી મિક્સ કરો.
- 5
હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું અને ગોળ ઉમેરી મિક્સ કરી 4 થી 5 મિનિટ ઉકાળી લો....અને ગરમાગરમ ફજેતો ભાત સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12600283




ટિપ્પણીઓ