તીખી સેવ બુંદી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સેવ માટે હળદર,સનચળ,તેલ,મરચું પાવડર, જરૂર મુજબ નિમક,હીંગ બધું ઉમેરી સહેજ ઢીલો લોટ બાંધી લઇ સંચા. માં તેલ લગાવી સેવ ની જાળી મૂકી તેલ ગરમ કરી સેવ બનાવવી
- 2
હવે બુંદી માટે ભજિયાં કરતા સહેજ પાતળું ખીરું રાખી તેમાં હળદર, નિમક, મરચું પાવડર, હીંગ બધું બરાબર મિક્ષ કરી એક ચમચા. વડે જારા માં ખીરું રેડી બુંદી પાળી લેવી દરેક વખતે બુંદી પાળી લીધા પછી જારા ને સાફ કરી લેવો ધીમા ગેસ પર તળી બધી બુંદી તૈયાર કરવી પછી સેવ અને બુંદી ને મિક્સ કરો તૈયાર છે આપણું ફરસાણ નાસ્તો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12621944










ટિપ્પણીઓ