લીલવાની કચોરી (Lilva ni Kachori recipe in gujarati)

Payal Mehta
Payal Mehta @Payal1901
શેર કરો

ઘટકો

  1. લોટ માટેઃ
  2. 250 ગ્રામઘઉંનો લોટ અથવા મેંદો
  3. 3 ચમચીરવો
  4. 5 ચમચીડાલડા ઘી
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. હુંફાળુ પાણી જરૂરિયાત પ્રમાણે
  7. લીલવા નું સ્ટફિંગ:
  8. 250 ગ્રામલીલવા
  9. 8-10 નંગલીલા મરચાં
  10. નાનો ટુકડો આદુ
  11. 50 ગ્રામલીલા વટાણા
  12. 100 ગ્રામઝીણી સમારેલી કોથમીર
  13. 100 ગ્રામઝીણું સમારેલું લીલું લસણ
  14. 2 નંગબાફેલા બટાકા
  15. 3 ચમચીટોપરાનું છીણ
  16. 2 ચમચીઆમચૂર પાવડર
  17. 3-4 ચમચીખાંડ
  18. 1 ચમચીગરમ મસાલો
  19. 1 ચમચીતલ
  20. મીઠું સ્વાદ અનુસાર
  21. 3ચમચા તેલ
  22. 1/2 ચમચીહિંગ
  23. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઉંના લોટમાં રવો, મીઠું અને ઘી નાંખીને હૂંફાળા પાણીથી લોટ બાંધવો અને તેને ઢાંકીને થોડીવાર મુકી રાખો.

  2. 2

    લીલવા અને વટાણાને મિક્સરમાં લઈને તેમાં લીલા મરચાં અને આદુ નાખીને પીસી લેવું.

  3. 3

    એક પેન માં તેલ લઇ તેમાં હિંગ નાંખવી ત્યારબાદ તેમાં ક્રશ કરેલા લીલવા નું મિશ્રણ નાખો.

  4. 4

    લીલવા ચડી જાય એટલે તેમાં બટાકાને મેશ કરીને નાંખવા. આ બધી પ્રોસેસ ગેસ પર ફુલ ફ્લેમ પર રાખીને કરવી.

  5. 5

    ત્યારબાદ બાકીના બધાજ મસાલા તેમાં નાંખવા અને લીલવાને ફરી થોડીવાર માટે ચડવા દેવા. એ ચડી જાય એટલે ગેસ પરથી નીચે ઉતારીને તેને ઠંડું પાડો.

  6. 6

    હવે કચોરી માટે બાંધેલા લોટમાંથી નાની પૂરી વણી તેમાં લીલવાનું સ્ટફિંગ ભરીને કચોરીને વાળીને ગરમ તેલમાં તળો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Payal Mehta
Payal Mehta @Payal1901
પર

Similar Recipes