કેરી અને ચણા મેથી નુ અથાણુ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાચી કેરીને ખમણ કરીને તેને હળદર અને મીઠાવાળા પાણીમાં ૧૨ થી ૧૩ કલાક પલાળી રાખો અને પછી તેને એક સૂકા કપડા પર પાથરીને તેમાંથી પાણી સુકાવા દો
- 2
ત્યારબાદ ચણા અને મેથીના દાણાને તેવી જ રીતે હળદર અને મીઠાના પાણીમાં પલાળીને તેને દસ કલાક કપડા પર પાથરી દો
- 3
ત્યારબાદ સીંગતેલ ને એકદમ ગરમ કરીને ઠંડુ થવા દો ત્યારબાદ કેરીનું ખમણ અને ચણા મેથી ને એક તપેલામાં નાખી તેમાં અથાણું નો મસાલો અને તેલ નાખી દો સરખી રીતે ચલાવી બે દિવસ મૂકી દો એને વારંવાર ચલાવતા રહો બે દિવસ પછી તેને કાચની બરણી માં ભરી મૂકો અને અઠવાડિયા પછી તેને ખાવા માટે ઉપયોગમાં લઈ શકાય તો તૈયાર છે કેરી અને ચણા મેથીનું અથાણું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12662283





ટિપ્પણીઓ